શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં વાહનચાલક સાથે ટ્રાફિક પોલીસની દાદાગીરી, જાણો સમગ્ર ઘટના
રાજકોટમાં લીમડા ચોક વિસ્તારમાં એક વૃદ્ધને માર મારતા ટ્રાફિક વોર્ડનનો વીડિયો વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા વૃદ્ધને આ પ્રકારે જાહેરમાં માર મરાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટ: રાજકોટમાં લીમડા ચોક વિસ્તારમાં એક વૃદ્ધને માર મારતા ટ્રાફિક વોર્ડનનો વીડિયો વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા વૃદ્ધને આ પ્રકારે જાહેરમાં માર મરાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. લીમડા ચોક વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ પર વૃદ્ધ અને ટ્રાફિક વોર્ડન વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા ટ્રાફિક વોર્ડને વૃદ્ધ પર હાથ ઉપાડ્યો હતો. રોડની અન્ય બાજુ ઉભેલા ટ્રાફિક પોલીસ જવાન પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને વૃદ્ધ સાથે ઝપાઝપી કરી હતી.
વૃદ્ધ કોઈ મોટા ગુનેગાર હોય તેમ કોલર પકડી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરના સતત ધમધમતા લીમડા ચોક વિસ્તારમા ટ્રાફિક પોલીસનું આ સ્વરૂપ જોઈ અન્ય વાહનચાલકો પણ દંગ રહી ગયા હતા.
ટ્રાફિક વોડર્ન અને કોન્સ્ટેબલના વાયરલ વીડિયો મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ઇન્ચાર્જ ACPએ તપાસ હાથ ધરી છે. સીસીટીવી અને વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion