શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં મોટર વ્હીકલ એક્ટનો અનોખો વિરોધ, વાહન ચાલકે માથા પર હેલ્મેટના બદલે તપેલી પહેરી
રાજકોટના કાલાવડ રોડ પર એક વાહન ચાલકે માથા પર હેલ્મેટના બદલે તપેલી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટ : ગુજરાતમાં આજના દિવસથી મોટર વ્હીકલ એક્ટ 2019ના ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યા છે. ઘણી જગ્યાએ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. રાજકોટ શહેરમાં હેલ્મેટના કાયદાનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટના કાલાવડ રોડ પર એક વાહન ચાલકે માથા પર હેલ્મેટના બદલે તપેલી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટમાં ટ્રાફિકના નવા નિયમ લાગુ થતાં જ પોલીસે હેલ્મેટ નહીં પહેરનાર વ્યક્તિઓને દંડ કરવાનું શરૂ કરી દીધું છે. લોકોએ 500 રૂપિયાના દંડનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ શહેરમાં હેલ્મેટને બદલે તપેલી પહેરીને બાઇક પર જતાં એક વાહન ચાલકનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં વાહન ચાલક કેકેવી હોલથી ક્રિસ્ટલ મોલ તરફ માથામાં તપેલી પહેરીને જતો જોવા મળી રહ્યો છે.
જેતપુર શહેરમાં પણ એક વૃદ્ધે હેલ્મેટના બદલે તપેલી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. વુદ્ધએ હેલ્મેટ પહેરીને કાયદાનું માન પણ જાળવ્યુ અને વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion