શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ તરઘડી પાસે ટ્રકે બાઇકને લીધુ અડફેટે, 2 વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત
રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. રાજકોટના તરઘડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતા બે વિદ્યાર્થીઓના મોત થયા છે.
રાજકોટ: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. રાજકોટના તરઘડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતા બે વિદ્યાર્થીઓના મોત થયા છે. ટ્રકે બાઇકને હડફેટે લેતા બે વિદ્યાર્થીઓના મોત થયા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો છે. બંને વિદ્યાર્થીઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઇકમાં સવાર બંને વિદ્યાર્થીઓના મોત થયા છે. જાડેજા શક્તિસિંહ અને લકીરાજસિંહ ઝાલાના ઘટના સ્થળે મોત થયા છે. ઘટનાને લઇને લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને પોલીસને જાણ કરતા દોડી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement