શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસને લઈને રાજકોટ માટે સારા સમાચાર, આ બે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મળી મુક્તિ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 18 માર્ચના રોજ પ્રથમ કેસ આવ્યો હતો. ત્યાર બાદ કેસમાં સતત વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું હતું.
રાજકોટઃ કોરોનાના વધતા પ્રકોપની વચ્ચે રાજકોટ શહેર માટે સારા સમાચાર સામે આવ્યા છે. શહેરના બે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. બન્ને વિસ્તારમાં કોરોના વધારે કેસ આવતા તેને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેરની ક્રિષ્નજીત સોસાયટી અને રાજલક્ષ્મી સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવી છે. તો બીજી બાજુ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પણ ફેરફાર કરવામાં આવશે. જંગલેશ્વરમાં તમામ વિસ્તારને બદલે માત્ર અમુક ગલીઓને કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવશે.
નોંધનયી છે કે, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 18 માર્ચના રોજ પ્રથમ કેસ આવ્યો હતો. ત્યાર બાદ કેસમાં સતત વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. હાલમાં જંગલેશ્વર વિસ્તારમાં 7108 ધરમાં 41224 લોકોને કોરેન્ટાઈન કરાયેલ છે.
રાજલક્ષ્મી સોસાયટીમાં 627 પરિવારમાં 3012 લોકો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ હતા. જ્યારે ક્રિષ્નજીત સોસાયટીમાં 101 ધરના 475 લોકો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement