Rajkot News: રાજકોટમાં મહિલાનું કપડા ધોતા સમયે અને યુવકનું જમતા સમયે હાર્ટ એટેક આવવાથી મોત
Rajkot News: રાજકોટમાં નાની ઉંમરના બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. 32 વર્ષીય મહિલાનું કપડા ધોતા ધોતા હાર્ટ એટેકથી મોત અરેરાટી મચી જવા પામી છે.
Rajkot News: રાજકોટમાં નાની ઉંમરના બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. 32 વર્ષીય મહિલાનું કપડા ધોતા ધોતા હાર્ટ એટેકથી મોત અરેરાટી મચી જવા પામી છે. મૃતક મહિલાનું નામ મનીષાબેન ડાભી હતું અને તો રાજકોટના મવડી ચોકડી પાસે રહેતા હતા. જ્યારે બીજી એક ઘટનામાં 40 વર્ષીય યુવકનું ભોજન કરતા કરતા મોત નિપજ્યું છે. ભીખાભાઈ પ્રજાપતિ નામના યુવાન પણ હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. શહેરના રામપીર ચોકડી પાસે રહેતા યુવકને ભોજન લેતા સમયે એટેક આવ્યો હતો. જો કે, બંનેના પીએમ રિપોર્ટ હજુ આવ્યા નથી. પીએમ રિપોર્ટ બાદ તેમના મોત અંગે વધુ માહિતી સામે આવશે.
સુરતની મહિલાને આવ્યો હ્રદય રોગનો હુમલો
જરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, આ કડીમાં આજે વધુ એક મહિલાનું મોત હાર્ટ એટેકથી થયાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, સુરતની એક 45 વર્ષીય મહિલાનું મોત આજે હ્રદય રોગનો હુમલો આવતા થઇ ગયુ છે.
માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મહિલનાનું આજે હાર્ટ એટેકથી મોત થઇ ગયુ છે, આ મહિલાની ઉંમર 45 વર્ષની હતી અને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, આ પછી અચાનક હ્રદય રોગનો હુમલો આવીગ ગયો હતો. જોકે, બાદમાં મહિલાને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનુ મોત થયાની જાણ થઇ હતી.
આ પહેલા પણ હાર્ટ એટેકથી રાજ્યમાં થઇ ચૂક્યા છે કેટલાક મોત
મૂળ બિહારના મધુવનીનો વતની વિજય શર્મા (ઉ.વ.25) હમવતની સાથે સચિન ખાતેના સુડા સેક્ટર રહેતો હતો અને મજૂરી કામ કરી વતનમાં રહેતા પરિવારને મદદરૂપ થતો હતો. બુધવારે રાત્રે રૂમમાં સુતેલો વિજય ગુરુવારે સવારે ઊંઘમાંથી ઉઠ્યો જ નહોતો. જેથી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે કરેલી તપાસ દરમ્યાન વિજય મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ મૃતહેદ પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. મૃતકની સંબંધીએ પણ હાર્ટએકથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.