(Source: ECI | ABP NEWS)
Vijay Rupani funeral:જ્યારે અંજલિબેન અંતિમ દર્શન માટે પહોંચ્યા, ભાંગી પડ્યાં અને ધ્રુસકે ધ્રુસકે રડી રડી પડ્યાં
Vijay Rupani funeral:વિજયભાઈ રૂપાણીનો પરિવાર આજે અમદાવાદ સિવિલિ હોસ્પિટલ પહોંચ્યો હતો. આજે પરિવારને પાર્થિવ દેહ સોંપાયો હતો. ,અશ્રુભીની આંખે અંજિલબેન અને ઋષભ રૂપાણી પહોંચ્યાં હતા.

Vijay Rupani funeral : ગઇકાલે DNA મેચ થયા બાદ આજે વિજયભાઇ રૂપાણીનો પરિવાર અમદાવાદ સિવિલિ હોસ્પિટલ પહોંચ્યો હતો. આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે. જ્યારે પરિવાર પાર્થિવ દેહ માટે હોસ્પિટલ પહોંચ્યો પરિવાર માટે આ ખૂબ જ કપરી ઘડી હતી. જ્યારે પરિવાર તાબૂત પાસે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા તો તેમનો ધીરજનો બાંધ તૂટી ગયો હતો. અજંલિ બેન તેમના પતિ વિજયભાઇ રૂપાણીના અંતિમ દર્શન કરતા રડી પડ્યાં હતા. તેઓ ખૂબ જ ભાવુક બની ગયા હતા ત્યારબાદ તેમના પુત્ર ઋષભ રૂપાણી પહોંચ્યા હતા અને તેમણે પિતાના અંતિમ દર્શન કર્યાં હતા. પરિવાર આ ક્ષણે ખૂબ જ ભાવુક થઇ ગયો હતો.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો. અશ્રુભીની આંખે અંજલિબેન અને ઋષભ રૂપાણી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અમદાવાદથી ચાર્ટર પ્લેનમાં પાર્થિવદેહને રાજકોટ લઈ જવાશે અને રાજકોટમાં જ તેમના અંતિમ સંસ્કાર થશે. અમદાવાદથી ચાર્ટર પ્લેનમાં પાર્થિવદેહ રાજકોટ લઈ જવાશે.
તેમના પાર્થિવ દેવને 4થી5 દરમિયાન પહેલા તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે ત્યારબાદ અંતિમ યાત્રા અને રામનાથ પરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે, રાજકોટ તેમનું વતન છે. તેઓ રાજકોટના ધારાસભ્ય રહી ચૂક્યાં છે. આજે વિજયાભાઇ રૂપાણીએ જ્યારે ચીર વિદાય લીધી છે ત્યારે સમગ્ર રાજકોય શોકમગ્ન છે. રાજકોટની બજાર શનિવારે પણ તેમના શોકમાં બંધ રાખવામાં આવી હતી તો આજે પણ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળતા, રાજકોટની દુકાનો સજ્જડ બંધ છે.
આજે 5 વાગ્યા બાદ અંતિમ યાત્રાનો કાર્યક્રમ છે. જેમાં અમિત શાહ, સી.આર.પાટીલ, CM ભૂપેંદ્ર પટેલ, જોડાશે. રામનાથ પરા સ્મશાનમાં રાજકીય સન્માન તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાંજે 4થી 5 વાગ્યે સુધી પાર્થિવદેહને અંતિમદર્શન માટે રાખવાનો નિર્ણય કર્યો છે. લોકલાડીલા સંવેદનશીલ નેતા વિજય ભાઇ રૂપાણીના નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આજે સરકારી મનોરંજક કાર્યક્રમો સદંતર બંધ રહેશે.વિજય રૂપાણીનું માદરે વતન આજે ગમગીન છે. શોકમગ્ન છે. રાજકોટના બજારો આજે સ્વયંભૂ બંધ છે.





















