શોધખોળ કરો
Advertisement
કોરોનાનો કેર વધતા વિરપુર જલારામ મંદિર મંગળવારથી બંધ, જલારામ જન્મજયંતિને લઈને શું નિર્ણય કર્યો, જાણો વિગતે
ગઈકાલે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1420 પોઝિટીવ કેસ નોંધાયા હતા.
રાજકોટઃ કોરોનાનુ સંક્રમણ વધતા યાત્રાધામ વિરપુરમાં જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણીના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. સોમવાર સુધી દર્શન અને અન્નક્ષેત્ર ચાલુ રહેશે. સોમવાર સુધી સવારના સાત વાગ્યાથી રાત્રના નવ વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.
મંગળવારથી વિરપૂર જલારામ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે દર્શન અને અન્નક્ષેત્ર બંધ રહેશે. જલારામ મંદિરના ગાદિપતિ રઘુરામબાપાએ ભક્તોને ઘરે જ જલારામ જન્મજયંતિની ઉજવણઈ કરવા માટે અપીલ કરી છે.
નોંધનીય છે કે, ગઈકાલે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1420 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 3837 પર પહોંચ્યો છે. જ્યારે કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1,94,402 પર પહોંચ્યો છે.
નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 305, સુરત શહેરમાં 205, વડોદરા શહેરમાં 116, રાજકોટ શહેરમાં 83, બનાસકાંઠા-54, રાજકોટ-54, ગાંધીનગર કોર્પોરેશન - 52, મહેસાણા -52 , પાટણ-49 અને સુરતમાં 41 કેસ નોંધાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
Advertisement