Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ છે.
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. સહકાર પેનલના 15, તો સંસ્કાર પેનલના 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાજકોટ, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત અને મુંબઈમાં મતદાન યોજાશે. સાંજે ચાર વાગ્યા સુધી મતદાન ચાલશે. ડેલિગેટ પદ્ધતિથી 332 જેટલા મતદારો મતદાન કરશે. 19 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
કલેકટર પ્રભવ જોશીને સમગ્ર ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી માટે 7 મતદાન મથકો પર વોટિંગ થશે. આ માટે 35 પોલિંગ સ્ટાફ અને 21 રિઝર્વ સહિત 50 કર્મચારી તૈનાત છે. 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો માટે તમામ મતદાન મથક પર લઇ-જવા તથા મુકવા માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોની સહાયતા માટે 24x7 વોટર હેલ્પલાઇન નંબર 0281-2471573 કાર્યરત કરવામાં આવ્યો છે.
સહકાર પેનલના મામા જ્યોતીન્દ્ર મહેતાની પેનલ અને કલ્પકભાઈ મણિયારની સંસ્કાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ છે. ઉલ્લેખનિય છે કે,મામાની પેનલ પર ભાણેજ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કુલ 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં અત્યાર સુધીમાં સહકાર પેનલના છ જેટલા ડિરેક્ટરો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા, બાકી રહેતા 15 ડિરેક્ટરો માટે સહકાર પેનલના 15 ઉમેદવારો તેમજ સંસ્કાર પેનલના 11 ઉમેદવારો માટેની મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી મંગળવારે કોણ બાજી મારશે તે સ્પષ્ટ થઇ જશે.
મતદાન પ્રક્રિયા અંતર્ગત રાજકોટ શહેર, જેતપુર શહેર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત અને મુંબઈ સહિતના શહેરોમાં મતદાન મથક ઉભા કરવામાં આવ્યા.બેંકની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા દરમિયાન પ્રથમવાર વેબકાસ્ટિંગ પણ કરાશે.150 ફૂટ રીંગ રોડ પર આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ ખાતે કરાશે.ડેલીગેટ પદ્ધતિથી મતદાન હોવાના કારણે 332 જેટલા મતદારો મતદાન કરશે. રાજકોટ શહેરમાં 196 જેટલા મતદારો બાકીના મતદારો અન્ય શહેરોમાં મતદાન કરશે.
આ પણ વાંચો
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ