શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: ચૂંટણી ફરજમાં હાજર ન રહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડે.રજીસ્ટ્રાર સામે ધરપકડનું વોરંટ

રાજકોટ દક્ષિણ બેઠક પર પ્રી સાઈડિંગ ઓફિસરનો ઓર્ડર હતો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડે. રજિસ્ટ્રાર મનીષ ધામેચા સામે ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ચૂંટણી ફરજમાં હાજર ન રહેતા ચૂંટણી પંચ દ્ધારા આકરું પગલુ ભરવામાં આવ્યુ છે. ચૂંટણી ફરજમાં હાજર ન રહેતા મનીષ ધામેચા સામે ધરપકડનું વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. રાજકોટ દક્ષિણ બેઠક પર પ્રી સાઈડિંગ ઓફિસરનો ઓર્ડર હતો પરંતુ કોઈ કારણ વગર ફરજ પર ન આવતા ચૂંટણી આયોગે આકરું પગલું ભર્યું છે.

Gujarat Elections 2022: 12 ડિસેમ્બરે શપથવિધી કાર્યક્રમ, જાણો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં કોને-કોને મળશે સ્થાન

Gujarat Elections 2022: 156 બેઠક સાથે પ્રચંડ અને રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનો શપથવિધી કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથવિધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 12 ડિસેમ્બરે યોજનારા શપથવિધી કાર્યક્રમ અગાઉ હવે નવી સરકારના મંત્રીમંડળમાં કોને કોને સામેલ કરવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.

એક તર્ક અનુસાર હર્ષ સંઘવીનું મંત્રી બનવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તો શંકર ચૌધરીનું મંત્રીપદ પણ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઋષિકેશ પટેલ, રમણલાલ વોરા, જીતુ વાઘાણીને મંત્રી પદ મળી શકે છે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને પણ દાદાની નવી સરકારમાં મંત્રી પદ મળી શકે છે. તો વેજલપુરના અમિત ઠાકર અને એલિસબ્રિજના અમિત શાહને પણ નવી સરકારમાં મંત્રી પદ મળી શકે છે.

આ સિવાય અમૂલ ભટ્ટ, હસમુખ પટેલ, કુંવરજી બાવળીયા, ડૉ. દર્શિતા શાહ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરાને નવી સરકારમાં મંત્રીપદ મળી શકે છે. દેવાભાઈ માલમ, સંજય કોરડીયા, જે.વી.કાકડીયા, હીરાભાઈ સોલંકી, પંકજ દેસાઈ, અર્જૂનસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર અથવા સી.કે. રાઉલજીનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવો રાજકીય તર્ક લગાવવામાં આવી રહ્યો છે.

મનીષાબેન વકીલ અથવા અક્ષય પટેલ, દર્શના વસાવા અથવા ડી.કે. સ્વામી, મુકેશ પટેલ અથવા ગણપત વસાવા, સંગીતા પાટીલ અથવા વિનુભાઈ મોરડીયા, વિજય પટેલ અથવા જીતુભાઈ ચૌધરી, કનુભાઈ દેસાઈ અથવા નરેશ પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક જીત મેળવી છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીપદના કાર્યકાળમાં પણ આટલી મોટી જીત મેળવી નહોતી. 182માંથી ભાજપે 156 બેઠકો જીત મેળવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ૫૩ ટકા વોટ શેર સાથે વિક્રમી ૧૫૬ બેઠકો મેળવી છે. જે 60 વર્ષના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ છે. ભાજપે આ વખતે કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
Embed widget