શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના જાણીતા મંદિરમાં પાણી ઘૂસી ગયું? જાણો કેવી રીતે
ઉપરવાસ ડેમમાંથી પાણી છોડાતા સિદસર ઉમિયાધામમાં પરિસર સહિત મંદિરમાં પાણી ઘૂસી ગયાં હતાં.
રાજકોટ: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં અવિરત મેઘમહેર ચાલુ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થતાં બપોરે ભાદર ડેમ 2ના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતાં. જેના કારણે ઉપરવાસ ડેમમાંથી પાણી છોડાતા સિદસર ઉમિયાધામમાં પરિસર સહિત મંદિરમાં પાણી ઘૂસી ગયાં હતાં.
બપોરે અંદાજે ત્રણ વાગે સિદસર ઉમિયાધામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની જોવા મળ્યું હતું. મંદિર પરિસરથી લઈ આસપાસના વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં. ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના જિલ્લાઓમાં ગત 24 કલાકમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરથી સમગ્ર સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેર થઈ છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થતાં ભાદર ડેમ 2ના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion