શોધખોળ કરો

રાજકોટઃ બનેવીએ જ છરીના ઘા મારીને કરી નાંખી સાળાની હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો

રાજકોટમાં 21 મી જાન્યુઆરીએ બપોરે સાળાની હત્યા ખૂદ તેના જ બનેવીએ કરી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે મૃતકના સગા ભાઈની ફરિયાદ પરથી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા બનેવી મહેશની ધરપકડ કરી છે.

રાજકોટ : શહેરમાં ગુરૂવારે બનેવીએ સાળાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યારા બનેવીને ઝડપી લીધો છે. રાજકોટમાં 21 મી જાન્યુઆરીએ બપોરે સાળાની હત્યા ખૂદ તેના જ બનેવીએ કરી હોવાનું સામે આવ્યું હતું.સમગ્ર મામલે મૃતકના સગા ભાઈની ફરિયાદ પરથી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા બનેવી મહેશની ધરપકડ કરી છે. બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી મહેશ સદાદીયાને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ પૂછપરછમાં હત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, કૌટુંબિક સાળો ભાવેશ કાળું ચણિયારા તેના ઘરે જ રહેતો હતો. આરોપીનું મકાન માત્ર એક રુમ રસોડુ જ હોય અને આરોપીની દીકરીઓ પણ મોટી થઈ ગઈ હતી. જેથી આરોપીએ અનેક વખત મૃતકને પોતાના ઘરે આવવાની ના પાડી હતી. ગુરૂવારે આરોપીની પત્ની તેમજ મૃતક વચ્ચે બોલાચાલી થતી હતી. આ સમયે મહેશ ઉશ્કેરાઈ જતા શાકભાજી કાપવાની છરીથી સાળાને ત્રણ થી ચાર ઘા મારી દેતા યુવકના શરીરમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. આ પછી આરોપી તાત્કાલિક પોતાના પાડોશીની રિક્ષામાં સાળાને સારવાર માટે કુવાડવા રોડ પર આવેલી મધુરમ હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભાવેશ ઘણા સમયથી બેરોજગાર હતો. બેરોજગારીના કારણે ઘણા સમયથી મહેશ, તેની પત્ની અને મૃતક વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ABP Premium

વિડિઓઝ

Gujarat Government: બાળકો માટે મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર નિયંત્રણના નિર્ણયને વાલીઓએ આવકાર્યોAhmedabad News: બાકરોલમાં અસામાજિક તત્વોનો આતંક, ખનીજ ચોરીની ફરિયાદની અદાવતમાં હુમલોGandhinagar PG Hostel : ગાંધીનગરમાં ગેરકાયદે PG-હોસ્ટેલ અને ક્લાસિસ કરાશે સીલGujarat Politics : ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે: મંત્રી કુબેર ડિંડોરે કેમ લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત

Embed widget