શોધખોળ કરો
Advertisement
ઉપલેટાઃ 19 વર્ષના કોળી યુવાનને પાડોશમાં રહેતી યુવતી સાથે બંધાયા સંબંધ, યુવતીના ભાઈને પડી સંબંધની ખબર ને....
19 વર્ષીય અમિત પરમારને પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતા. આ અંગે યુવતીના ભાઈ હાર્દિક સોલંકીને ખબર પડતાં તે ગત 7મી ડિસેમ્બરે સાંજે યુવકના ઘરે આવ્યો હતો. હાર્દિકે અમિત તેની બહેનને પંદર દિવસથી ફોન કરતો હોવાનું જણાવ્યું હતું.
રાજકોટઃ ઉપલેટામાં 19 વર્ષીય કોળી યુવકને પાડોશી યુવકે છરીના ઘા મારી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. બહેનના પાડોશી યુવક સાથે પ્રેમસંબંધની જાણ થતાં યુવતીનો ભાઈ યુવકના ઘરે સમાધાન માટે ગયો હતો. આ સમયે યુવકે માફી માંગી લીધી હતી. આમ છતાં યુવતીના ભાઈએ છરીના ઘા મારી દીધા હતા. છરી વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને રાજકોટ સારવાર માટે ખસેડ્યો હતો, પરંતુ તેનું મોત થતાં આ બનાવ હત્યામાં પરિણમ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, 19 વર્ષીય અમિત પરમારને પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતા. આ અંગે યુવતીના ભાઈ હાર્દિક સોલંકીને ખબર પડતાં તે ગત 7મી ડિસેમ્બરે સાંજે યુવકના ઘરે આવ્યો હતો. હાર્દિકે અમિત તેની બહેનને પંદર દિવસથી ફોન કરતો હોવાનું જણાવ્યું હતું. જોકે, પરિવારજનો સાથે સમાધાન થઈ ગયું હતું. અમિતે પણ તમામની માફી માગી હતી અને હવેથી યુવતી સાથે વાત નહીં કરે તેમ જણાવ્યું હતું.
જોકે, સમાધાન પછી અમિત ઘરમાંથી બહાર નીકળતાં જ ઉશ્કેરાયેલા હાર્દિકે તેના પર છરીથી હુમલો કરી દીધો હતો. જેમાં અમિત પરમારનું મોત થયું હતું. ઉપલેટા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement