Telangana New Chief Minister: તેલંગાણાના મુખ્યમંત્રી બનશે આ નેતા, 7 ડિસેમ્બરે લેશે શપથ
Telangana New CM Revantha Reddy: તેલંગાણામાં રેવંત રેડ્ડી મુખ્યમંત્રી પદ માટે 7 ડિસેમ્બરે શપથ લેશે. આ પહેલા ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના પદ માટે રેવંત રેડ્ડીના નામ પર મુહર લાગી હતી.
![Telangana New Chief Minister: તેલંગાણાના મુખ્યમંત્રી બનશે આ નેતા, 7 ડિસેમ્બરે લેશે શપથ Revantha Reddy T will become the Chief Minister of Telangana, will take oath on December 7 Telangana New Chief Minister: તેલંગાણાના મુખ્યમંત્રી બનશે આ નેતા, 7 ડિસેમ્બરે લેશે શપથ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/606a076d7b3a70b57fff65a3a394a2f6170178394954981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana New CM Revantha Reddy: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સહમતિ બાદતેલંગાણાના મુખ્યમંત્રી પદ માટે પસંદગીનો કળશ રેવંત રેડ્ડીના પર ઢોળાયો છે. તેઓ 7 ડિસેમ્બર પદ અને ગોપનિયતાના શપથ લેશે. આ પહેલા ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના પદ માટે રેવંત રેડ્ડીના નામ પર મુહર લાગી હતી.
ધારાસભ્ય દળની બેઠક બાદ દિલ્લીમાં કોંગ્રેસ નેતાઓની બેઠક મળી હતી. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ કેસી વેણુગોપાલ સહિત અનેક વરિષ્ઠ નેતા ઉપસ્થિત હતા. બેઠક પૂર્ણ થયા બાદ મહાસચિવ કેસી વેણુગોપાલે તેલંગાણાના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષે તેલંગાણામાં રેવંત રેડ્ડીને સીએલપી લીડર બનાવ્યા છે, 7 ડિસેમ્બરે તેઓ મુખ્યમંત્રી પદની શપથ લેશે.
119 ધારાસભ્યોવાળા રાજ્યમાં કોંગ્રેસે 64 બેઠક પર જીત મેળવીને વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે.ગત નવેમ્બરમાં થયેલા મતદાન, 3 ડિસેમ્બરે આવેલા પરિણામ અનુસાર તેલંગાણામાં કોંગ્રેસે બહુમત હાંસિલ કરતા 64 બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે સત્તાધારી બીઆરએસને માત્ર 36 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે ભાજપને માત્ર 8 બેઠક જ મળી હતી. તો એઆઇએમઆઇએમને 7 બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો હતો.સીપીઆઇ એક સીટ જીતી છે. ગત 3 ડિસેમ્બરે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડી અને કર્ણાટકના ડિપ્ટી સીએમ ડીકે શિવકુમારે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)