ઓસ્કરમાં સ્ટેજ પર બધાની હાજરીમાં જ્યારે અભિનેતા વિલ સ્મિથે ક્રિસને લગાવી દીધી થપ્પડ,કારણ જાણી ચોંકી જશો, જુઓ વીડિયો
2022ના ઓસ્કાર એવોર્ડની જાહેરાત થઈ રહી હતી. ડોબલી થિયરમાં 94માં એકેડેમી એવોર્ડ સમારોહમાં વિશ્વભરની હસ્તીઓ હાજર હતી. આ સમયે અભિનેતા વિલ સ્મિથે કોમેડિયન ક્રિસ રોકને સ્ટેજ પર જઇને સૌની વચ્ચે અચાનક થપ્પડ મારી દીધી. આ કોઇ પબ્લિસિટી સ્ટંટ ન હતો પરંતુ હકીકત હતી.

2022ના ઓસ્કાર એવોર્ડની જાહેરાત થઈ રહી હતી. ડોબલી થિયરમાં 94માં એકેડેમી એવોર્ડ સમારોહમાં વિશ્વભરની હસ્તીઓ હાજર હતી. આ સમયે અભિનેતા વિલ સ્મિથે કોમેડિયન ક્રિસ રોકને સ્ટેજ પર જઇને સૌની વચ્ચે અચાનક થપ્પડ મારી દીધી. આ કોઇ પબ્લિસિટી સ્ટંટ ન હતો પરંતુ હકીકત હતી.
સામાન્ય રીતે, આવી ઘટનાઓને મનોરંજક બનાવવા અને પ્રેક્ષકોને જોડવા માટે, પ્રસ્તુતકર્તાઓ સ્ટેજ પર કોમેડીનો રંગ ઉમેરે છે અને કેટલાક પબ્લિસીટિ સ્ટંટ કરવામાં આવે છે પરંતુ ઓસ્કર એવોર્ડ સેરેમની વખતે થયેલું આ થપ્પડ કાંડ કોઇ પબ્લીસિટી સ્ટંટ ન હતો પરંતુ હકીકત હતી, જાણીએ આખરે શા માટે એક્ટર વિલ સ્મિથે ક્રિશ રોકને બધાની વચ્ચે થપ્પડ મારી દીધી.
VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa
— Timothy Burke (@bubbaprog) March 28, 2022
વિલ સ્મિથને ફિલ્મ કિંગ રિચર્ડ માટે શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર આપવામાં આવ્યો છે. જોકે, આ સમગ્ર ઘટના વિલ સ્મિથને એવોર્ડ મળે તે પહેલા બની હતી. કાર્યક્રમ દરમિયાન ક્રિસ રોકે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટની મજાક ઉડાવી હતી. મજાક સાંભળીને વિલ સ્મિથ સ્ટેજ પર ગયો અને ક્રિસ રોકને થપ્પડ મારી દીધી.
ક્રિસ રોકે વિલની પત્ની પર શું કમેન્ટ કરી હતી?
હાસ્ય કલાકાર ક્રિસ રોક ઝેડા પિંકેટના ટૂંકા વાળ પર ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું, "આઈ લવ યુ ઝેડ. હું જીઆઈ જનરલ 2 જોવા માટે આતૂર છું." જીઆઈ જેન 1997ની હોલીવુડ ફિલ્મ હતી. તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી ડેમી મૂરે આ ફિલ્મ માટે પોતાનું માથું મુંડન કરાવ્યું હતું.
થપ્પડ માર્યા પછી, વિલ સ્મિથ તેની સીટ પર બેસી ગયો અને ત્યાંથી બૂમો પાડીને ક્રિસ રોકને તેની પત્નીનું નામ ન લેવા કહ્યું.જોકે, આ પછી ક્રિસ રોક સ્ટેજ પર જ રહ્યો અને વાતાવરણને સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, "આ ટેલિવિઝન ઇતિહાસની સૌથી" તેણે કહ્યું.ઉલ્લેખનિય છે કે, વિલની પત્ની જેડા જેડા પિંકેટ ઘણા ઈન્ટરવ્યુમાં કહી ચૂકી છે કે વાળ ખરવાની ગંભીર સમસ્યાને કારણે વાળ જતાં રહ્યાં છે.
જેડાએ પહેલી વાર વર્ષ 2018માં ફેસબુક ચેટ શો દરમિયાન તેના વાળ ખરવા વિશે જણાવ્યું હતું.તેણે કહ્યું હતું કે, "મારી વાળ ખરવાની સમસ્યા ગંભીર બની ગઇ છે. જે ખૂબ જ ડરાવી રહી છે"તેણે જણાવ્યું કે જ્યારે તે નહાવા જતી ત્યારે પણ તેના હાથમાં મુઠ્ઠીભર વાળ આવતા હતા.
વિલ સ્મિથને બેસ્ટ એક્ટરનો મળ્યો અવોર્ડ
વિલ સ્મિથને ફિલ્મ કિંગ રિચર્ડ માટે શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર આપવામાં આવ્યો છે. ફિલ્મમાં તેણે ટેનિસ સ્ટાર સેરેના અને વિનસ વિલિયમ્સના પિતા રાજા રિચર્ડની ભૂમિકા ભજવી હતી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
