Surat News: આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું, સુરતના 6 કોર્પોરેટરો બીજેપીમાં જોડાયા
Surat News: સુરતી રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપના છ કોર્પોરેટરો અને અગાઉના ચાર મળી કુલ 10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપી દીધું છે.
Surat News: સુરતી રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપના છ કોર્પોરેટરો અને અગાઉના ચાર મળી કુલ 10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપી ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે. 27 માંથી 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાતા હવે પક્ષાંતર ધારો નહીં લાગે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉધના ખાતેના કાર્યલયે હાજર છે.
ગાંધીનગર: વિધાનસભાની સમિતિની ચૂંટણી ટાળવા ભાજપ સરકારે ફોર્મ્યુલા તૈયાર કરી છે. AAPને એક સમિતિમાં સ્થાન આપવાની સરકારની ફોર્મ્યુલા છે. AAPના ધારાસભ્યો સમિતિમાંથી ઉમેદવારી પાછી ખેંચે તો એક સમિતિમાં સ્થાન અપાશે. AAPના 1 ધારાસભ્યને આદિજાતિ સલાહકાર પરિષદમાં સ્થાન આપવા ભાજપ સરકાર તૈયાર છે. કોંગ્રેસને પણ બે સમિતિઓમાં 1 - 1 સભ્ય વધારી આપવાની ફોર્મ્યુલા તૈયાર છે. જાહેર હિસાબ સમિતિ અને પંચાયતી રાજ સમિતિમાં કોંગ્રેસના 2 - 2 સભ્યોને સ્થાન આપવાની ફોર્મ્યુલા છે. AAP અને કોંગ્રેસ જો આ પ્રમાણે સમજૂતી કરશે તો ચૂંટણી કરવી નહિ પડે.
ગુજરાતના આ એસટી ડ્રાઈવરને રાષ્ટ્રપતિ કરશે સન્માનિત
27 વર્ષની નોકરીમાં એક પણ દીવસ રજા ન મૂકનાર અને એક પણ અક્સ્માત ન કરનાર ખેરાલુ ડેપોના એસટી ડ્રાઈવરને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ એસટી ડ્રાઇવરનું નામ છે પીરૂમિયા મીર જેની ગુજરાત રોડ સેફ્ટી માટે પસંદગી કરવામા આવી છે અને રાષ્ટ્રપતિના હાથે તેનું સન્માન કરવામાં આવશે. પીરૂમિયા મીર છેલ્લાં 27 વર્ષથી ગુજરાત પરિવાર નિગમમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જો કે 27 વર્ષની નોકરીમાં તેમણે અંકલેશ્વર, અંબાજી અને ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ નિભાવી છે. હાલ તેઓ ખેરોલ ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ નિભાવે છે.