શોધખોળ કરો
Advertisement
સુરત: ‘I HATE MY LIFE’ લખીને ધોરણ 11ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, સુસાઈડ નોટ વાંચી આંખમાં આવી જશે પાણી
પલસાણાની એક શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી અને થોડા સમય પહેલાં જ તેનાં માતા-પિતાના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ સગીરા પોતાના ભાઈ અને માતા સાથે બલેશ્વરમાં પોતાના મામાના ઘરે રહેતી
સુરત: સુરતમાં ધોરણ 11માં ભણતી એક સગીરા વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટમાં ‘I HATE MY LIFE’ લખીને આપઘાત કરી લીધો હતો. થોડા સમય પહેલાં જ સગીરાના માતા-પિતાના છૂટાછેડા થયા હતા. જેના કારણે સગીરા સતત માનસિક તણાવમાં રહેતી હતી. આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે.
સુરતમાં પલસાણાના બલેશ્વર ગામે સગીરાએ સુસાઈડ નોટને લખીને આપઘાત કર્યો હતો. ઘરે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ સગીરાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત પહેલાં સગીરાએ ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી હતી. જેમાં પરિવારમાંથી પ્રેમ નહીં મળતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
સગીરાએ સુસાઈડ નોટમાં લાલ કલરથી ‘I hate my life’ લખ્યું હતું. સગીરા પલસાણાની એક શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી અને થોડા સમય પહેલાં જ તેનાં માતા-પિતાના છૂટાછેડા થયા હતા. માતા-પિતાના છૂટાછેડા બાદ સગીરા પોતાના ભાઈ અને માતા સાથે બલેશ્વરમાં પોતાના મામાના ઘરે રહેતી હતી.
હું મારી લાઈફની દર્દભરી કહાની આ બુકમાં લખું છું. ઉપરવાળાએ મને લાઈફ તો આપી પણ મને લાઈફમાં મારી લાગણીઓને સમજવાવાળું કોઈ ન આપ્યું. મને એક ફેમિલી પણ આપી છે પણ મારી લાઈફમાં કોઈનો પ્રેમ લખ્યો નથી. મારી લાઈફમાં મારા ફેમિલીના લોકોનો પ્રેમ લખ્યો નથી. મને ફક્ત મારા ફેમિલીવાળાઓએ મોંઘા કપડાં અને સારી જગ્યાઓ દેખાડી છે પણ બસ એ લોકો મને પ્રેમ કરવાનું ભૂલી ગયા. મને બસ પ્રેમ સિવાય બીજું કાંઈ નથી જોઈતું. પણ મને લાગે છે કે મારી લાઈફમાં પ્રેમ લખ્યો જ નથી. મને લાગે છે કે ઉપરવાળો છે કે નહીં, અને જો છે તો તેણે મારી ફિલિંગને કેમ ન સમજી. તેને કેમ મારું દર્દ સમજમાં આવતું નથી. પહેલાં તેણે મારા ડેડ મારા પાસેથી છીનવી લીધા પછી હું મારી ખુશીમાં પૂરી રીતે તૂટી ગઈ છું. હું દરરોજ એમ વિચારીને રડું છું કે આ આસું એક દિવસ ખુશીમાં બદલાશે. પણ ના આવું ક્યારેય નહીં થાય. કેમ કે મારી લાઈફમાં ક્યારેય ખુશી લખી જ નથી. તે ફક્ત ઉપર બેસીને મારી લાઈફ અને મારા આસુંની મજાક બનાવી રહ્યો છે….
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion