શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ પોશ વિસ્તારના ફ્લેટના પાર્કિંગમાં અર્ધબેભાન મળેલી 18 વર્ષની યુવતીએ પોલીસ સામે શું કર્યો ધડાકો?
યુવતી ગોકુલધામ એપાર્ટમેન્ટમાં વોચમેન ન હોવાથી ટેરેસ પર ગઈ હતી. ટેરેસ પરથી પિતાને મેસેજ કર્યો કે, 'આઈ લવ યુ મોમ એન્ડ ડેડ (નામ)... ઈઝ નો મોર...' કહી ફોન તોડી નીચે કૂદી ગઈ હતી.
સુરતઃ શહેરના પોશ વિસ્તાર લીંબાયત ગોડાદરામાંથી ગુમ થયેલી યુવતી પારલે પોઇન્ટ વિસ્તારમાંથથી ગંભીર રીતે ઘાયલ થયેલી હાલતમાં મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. 18 વર્ષીય યુવતીને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગઈ કાલે રાતે 11 કલાક બાદ ભાનમાં આવેલી યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તેની સાથે રેપ થયો નથી. પરંતુ જિંદગીથી કંટાળી બિલ્ડિંગ પરથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સાંભળી પોલીસ ચોંકી ગઈ હતી.
ગોડાદરામાં રહેતી યુવતી બુધવારે સવારે 11.30 વાગ્યે કોલેજ જવા પિતા પાસેથી ફી અને બુકના 10 હજાર રૂપિયા લઈ નીકળી હતી. જે મોડી રાત્રે પાર્લેપોઈન્ટના ગોકુળધામ એપાર્ટમેન્ટ નીચે બેભાન હાલતમાં મળી આવી હતી. પોલીસે રેપ- હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો, પરંતુ ભાનમાં આવેલી યુવતીએ રેપ થયો હોવાનો ઇનકાર કર્યો તેમજ તેણે જણાવ્યું હતું કે, દગીથી કંટાળી ઘરેથી નીકળી નવા કપડા ખરીદી પહેર્યા પછી ડુમસમાં ફરી હતી. તેમજ આપઘાત માટે ઉંદર મારવાની દવા પીધી હતી. જોકે, પણ વોમિટ થતા આ દવાથી નહીં તેવું લાગતા કોઈ બિલ્ડિંગ પરથી ભૂસકો મારવાનું વિચાર્યુ હતું. પોતે એક-બે એપાર્ટમેન્ટમાં પણ ગઈ જો કે વોચમેન હાજર હોય જઈ શકી ન હતી.
અંતે યુવતી ગોકુલધામ એપાર્ટમેન્ટમાં વોચમેન ન હોવાથી ટેરેસ પર ગઈ હતી. ટેરેસ પરથી પિતાને મેસેજ કર્યો કે, 'આઈ લવ યુ મોમ એન્ડ ડેડ (નામ)... ઈઝ નો મોર...' કહી ફોન તોડી નીચે કૂદી ગઈ હતી. જોકે પોલીસને આ વાત ગળે ઉતરતી નથી. યુવતી હકીકતો છુપાવી રહી હોવાનું જણાય છે.
નોંધનીય છે કે, પારલે પોઇન્ટ ખાતે આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટના નીચે ઇજાગ્રસ્ત હાલતમાં યુવતી મળી આવી હતી. વોચમેનને જાણકારી મળતા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. જેને કારણે પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion