શોધખોળ કરો
Advertisement
સુરતમાં કોરોનાના કહેર વચ્ચે કયા વિસ્તારના 2 લાખથી વધુ લોકોને ક્લસ્ટરમાંથી અપાઇ મુક્તિ? જાણો વિગત
વરાછા બી ઝોનના 49,877 ઘરોમાં રહેતા 2,17,499 લોકો ક્લસ્ટર મુક્ત થયા છે.
સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે શહેરના વરાછા બી ઝોનના લોકોને તંત્ર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. આ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ઘટના આ વિસ્તારની 215થી વધુ સોસાયટીને ક્લસ્ટરમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સોસાયટીઓના 49,877 ઘરોમાં રહેતા 2,17,499 લોકો ક્લસ્ટર મુક્ત થયા છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી સુરત કોરોનાનું એપી સેન્ટર બન્યું છે અને ગુજરાતમાં સૌથી વધુ કેસો સુરતમાં આવી રહ્યા છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ઘટતા તેમને ક્લસ્ટરમાંથી મુક્તિ મળી છે. સુરતમાં હાલ, 3607 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં 8517 લોકોએ સુરતમાં કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં સુરતમાં 390 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement