Surat: સુરતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોના ગૂંગળાઇ જવાથી મોત
Surat: સુરતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોનું ગૂંગળાઇ જવાના કારણે મોત થયું હતું
સુરતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોનું ગૂંગળાઇ જવાના કારણે મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, શહેરના પલસાણા કડોદરા રોડ પર આવેલી રાજહંસ ટેક્ષ નામની મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોનું ગૂંગળાઇ જવાના કારણે મોત થયું હતું. ઘટનાની જાણ થતા કામરેજ ERC ફાયર અને બારડોલી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ટાંકામાંથી ચારેય શ્રમિકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
બે દિવસ અગાઉ ભાવનગરમાં સફાઈ કામદારના મોતના મામલે 48 કલાક બાદ પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. શહેરના સેન્ટ્રલ સોલ્ટમાં ડ્રેનેજ સફાઈ દરમિયાન બચાવવા ગયેલા રાજેશભાઈ વેગડનું અવસાન થયું હતું.પરિવારે વિવિધ માંગોની સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જે બાદ મોટા ભાગની માંગો મહાનગરપાલિકાએ સ્વીકારી લેતા મામલાનો ઉકેલ આવ્યો હતો. મૃતકના પરિવારને વળતર તરીકે 30 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. સાથે જ સમેટાયો પરિવારના સભ્યને નોકરી આપવા માટેની મ.ન.પા દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે. સમગ્ર મામલે રાજેશભાઈ વેગડના મોતને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
તાજેતરમાં જ સુરતના લિંબાયત વિસ્તારમાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. શહેરના લિંબાયત વિસ્તારમાં બે જૂથો વચ્ચે એક નજીવી બાબતે જોરદાર મારામારી થઇ હતી, આ પછી સામ-સામે ફરિયાદો દાખલ કરાવાઇ હતી. વાસ્તવમાં આ ઝઘડો જૂની અદાવતનો છે, થોડાક સમય પહેલા એક ઝઘડામાં એક વ્યક્તિને પાસાની સજા થઇ હતી, જેનો ખર્ચો માંગતા આ મામલો બિચક્યો હતો. સુરત લિંબાયતના મીઠીખાડી પાસે બેઠી કોલોનીમાં હબીબ રફીક સૈયદ અને સુલતાન શેખ વચ્ચે પહેલા બોલાચાલી થઇ અને બાદમાં જૂથ અથડામણ થઇ હતી. આ ઝઘડો વધતા હબીબ અને તેના મિત્રોએ પણ સુલતાન અને તેના મિત્રોને ગાળો આપીને માર માર્યો હતો, આમ ધીમે ધીમે આખો ઝઘડો જૂથ અથડામણમાં પરિણમ્યો હતો. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.