(Source: ECI/ABP News/ABP Majha)
Accident: સુરતમાં માતા સાથે શાકભાજી લેવા ગયેલા 7 વર્ષના બાળકને સ્કૂલ બસે અડફેટે લેતા મોત
સુરત: શહેરના પાલ વિસ્તારમાં માતા સાથે રસ્તો ક્રોસ કરી રહેલા ૭ વર્ષીય બાળકને સ્કુલ બસ ચાલકે અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું છે. બીજી તરફ આ ઘટનામાં બસ ચાલક દેવાંગ પટેલની પોલીસે ધરપકડ કરી લીધી છે.
સુરત: શહેરના પાલ વિસ્તારમાં માતા સાથે રસ્તો ક્રોસ કરી રહેલા ૭ વર્ષીય બાળકને સ્કુલ બસ ચાલકે અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું છે. બીજી તરફ આ ઘટનામાં બસ ચાલક દેવાંગ પટેલની પોલીસે ધરપકડ કરી લીધી છે જયારે બાળકના મોત ના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. આ ઉપરાંત કેટલાક વાહન ચાલકો પુરપાટ ઝડપે વાહન હંકારે છે જેને લઈને અકસ્માતો સર્જાય છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતના પાલ વિસ્તારમાં સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના પાલ ગૌરવપથ રોડ પાસે કન્ટ્રકશના સાઈટ પર મજુરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારમાં માતા અને પુત્ર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે વેળાએ એક સ્કુલ બસ ચાલકે પોતાની બસ પુરપાટ ઝડપે હંકારી ૭ વર્ષીય અબ્દુલ રઝાક અને માતાને અડફેટે લીધા હતા જેમાં બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી.
બાળકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટુકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. બીજી તરફ આ ઘટનામાં પોલીસે બસ ચલાકની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે બાળકના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
બાળકના પિતાએ જણાવ્યું હતું કે દીકરાને લઈને તેની માતા શાકભાજી લેવા જઈ રહી હતી તે દરમ્યાન રસ્તો ક્રોસ દરમ્યાન સ્કુલ બસ ચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે શમશાદ આલમ ખાન ઇસરાઇલ ખાન તેની પત્ની રજિયા બેગમ અને ત્રણ સંતાનો સહિતનો પરિવાર મૂળ બિહારના કિશનગંજ વતની છે. દંપત્તિ તેમના ત્રણ સંતાનોને લઈને ત્રણ મહિના પહેલા જ સુરત ખાતે રોજગારી માટે આવ્યા હતા. હાલમાં તેઓ પાલ ગૌરવપથ રોડ ખાતે આવેલ ડીમ ફેસ્ટિવ પાસે નવી બંધાતી બિલ્ડિંગની સાઈટ ઉપર રહેતા હતા અને ત્યાં જ મજૂરી કામ કરતા હતા. ગઈ કાલે રજીયા બેગમ શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે પુત્ર અબ્દુલે પણ સાથે જવાની જીદ કરી હતી. જેથી માતા રજિયાબેગમ તેને સાથે ગઈ હતી ત્યારે તે જીવલેણ અકસ્માતનો ભોગ બની ગયો હતો.