(Source: Poll of Polls)
Valsad : મોબાઇલમાં ગેમની લતે લીધો બાળકનો ભોગ, સ્કૂલે જવાનું કહેતા ત્રીજા માળેથી ઝંપલાવી દીધું
શહેરના કૈલાશ રોડ વિસ્તારમાં કિશોરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઋષિકેશ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી એક કિશોરે લગાવી મોતની છલાંગ લગાવી હતી.
વલસાડઃ શહેરના કૈલાશ રોડ વિસ્તારમાં કિશોરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઋષિકેશ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી એક કિશોરે લગાવી મોતની છલાંગ લગાવી હતી. સ્કૂલ નહીં જવાનું કહી અને કિશોરે ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી હહતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પરિવારજનોએ સ્કૂલ જવાનું કહેતા મૃતક કિશોરે સ્કૂલ નહીં જવાની હઠ પકડી હતી. વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે.
ઋષિકેશ એપાર્ટમેન્ટમાં માતા સાથે રહીને અભ્યાસ કરતા અને અબ્રામા BAPS સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા કિશોરે આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થી છેલ્લા કેટલાક દિવસથી ફ્રી ફાયર ગેમની લતે ચઢી ગયો હતો. માતાએ દીકરાને શાળાએ જવાનું કહેતા કિશોરને લાગી આવ્યું હતું અને ત્રીજા મળેથી છલાંગ લગાવી હતી. 108 મારફતે નજીકની હોસ્પિતલમાં ખસેયો હતો જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમ્ય વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.
છલાંગ લગાવનાર જયનેશ ભીખુભાઇ સુનેકરને વલસાડમાં પુરની સ્થિતિ દરિયાન સ્કૂલો 7 દિવસ બંધ હોવાથી આખો દિવસ મોબાઈલમાં ફી ફાયર ગેમ રમતો હતો, જેને કારણે તેને લત લાગી ગઈ હતી. સોમવારથી શાળા શરૂ થઈ હતી. જોકે, દીકરો ગેમને રવાડે ચડી ગયો હોવાથી સ્કૂલે જતો નહોતો. આજે વહેલી સવારે જયનેશે સ્કૂલે જવાની ફરીથી ના પાડતા માતાએ પરાણે સ્કૂલે જવાનું કહેતા લાગી આવ્યું હતું અને ત્રીજા માળેથી ઝંપલાવી દીધું હતું.
કિશોરે જંપલાવતા તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, જયનેશનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.