Surat: સુરતના ઓલપાડમાં GIDCમાં મોટી કાર્યવાહી, 8 હજાર કિલોથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
Surat: સુરતના ઓલપાડની માસમા GIDCમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો
Surat:સુરતના ઓલપાડની GIDCમાં જિલ્લા LCB અને પેરોલ ફર્લો સ્કવોડના દરોડા પડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતના ઓલપાડની માસમા GIDCમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 50 લાખ રૂપિયાની કિંમતનો 8 હજાર કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. હની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં જિલ્લા LCB અને પેરોલ ફર્લો સ્કવોડે સંયુક્ત દરોડા પાડ્યા હતા અને 8 હજાર કિલોથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. હાલમાં શંકાસ્પદ ઘીના સેમ્પલને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. FSLનો રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવાની કાર્યવાહી કરાશે.
પોલીસે એફ એસ એલ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હતી અને એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવામાં આવશે. પોલીસે ઘી ક્યાંથી આવ્યું અને ગોડાઉન માલિકની શોધખોળ શરૂ કરી હતી.
ત્રણ દિવસ અગાઉ સુરતના ગોડાદરામાંથી નકલી મસાલાનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે માહિતીના આધારે દરોડા પાડી 6.48 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બ્રાન્ડેડ કંપનીના મસાલાને પેકીંગ કરી બજારમાં વેચતા હતા. પોલીસે એક આરોપી અને ટેમ્પો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી તરફ હિંમતનગરમાં નકલી દવાના જથ્થાની આશંકાએ દરોડા પાડવામાં આવ્યા હતા.દવાના જથ્થાને લઈ આશાપુરા મેડિકલ એજન્સી પર દરોડો પાડવામાં આવ્યો હતો. ગીરધરનગર વિસ્તારમાં આવેલી મેડીકલ એજન્સીમાં તપાસ હાથ ધરાઈ હતી. દવાઓનો વિશાળ જથ્થો સીઝ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી. અમદાવાદ અને ગાધીનગરની આરોગ્ય વિભાગની ટીમોએ દરોડો પાડ્યો હતો.
અમદાવાદમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું નકલી દવાનું મસમોટુ કૌભાંડ ઝડપાયુ છે. 18 લાખથી વધુનો નકલી દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. દવાની તપાસ કરતા એટી બાયોટીકની દવામાં ચોક પાવડર નીકળ્યો હતો. એટલે કે, એંટી બાયોટીકના નામે ગ્રાહકોને પધરાવવામાં આવતો હતો ચોક પાવડર.રાજ્યના ફૂડ એંડ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ખાડિયાના વાડાપોળમાં બનાવટી દવા વેચતા તત્વોની પોલીસે અટકાયત કરી છે.તપાસમાં POSMOX CV 625 દવાના કુલ 99 બોક્ષ મળી આવ્યા મળી આવ્યા છે. ખિમારામ સોદારામ કુમ્હારની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થયા છે. સમગ્ર ધટનાની વાત કરીએ તો તે વટવાના અરુણસિંહ અમેરા પાસેથી દવા ખરીદતો હતો. અરુણસિંહ અમેરા ઈસનપુરના વિપુલ દેગડા પાસેથી દવા ખરીદતો હતો. વિપુલ દેગડાના ત્યાથી જુદી જુદી બનાવટી દવાઓ મળી આવી હતી.