Crime News: નવસારીના યુવકે સુરત IG ને કરી અરજી, પ્રેમિકાના પરિવારજનો પર લગાવ્યો ગંભીર આરોપ
નવસારીના યુવકે ઓનર કિલિંગની શંકાની તપાસ કરવા સુરત આઇજીને અરજી કરી છે
નવસારીઃ નવસારીના યુવકે ઓનર કિલિંગની શંકાની તપાસ કરવા સુરત આઇજીને અરજી કરી છે. મળતી જાણકારી અનુસાર, નવસારીના હિંદુ યુવક અને મુસ્લિમ યુવતીના પ્રેમ પ્રકરણને લઇને સુરત આઇજીને લેખિતમાં અરજી કરવામાં આવી છે. પ્રેમી યુવકે યુવતીના પરિવારજનો પર અપહરણ કર્યાનો આરોપ લગાવ્યો હતો. અપહરણ કરી યુવતીની હત્યા કરી દાટી દીધી હોવાની પ્રેમી યુવકે આશંકા વ્યક્ત કરી છે. ખેરગામના પ્રેમી યુવકે સુરત આઇજીને લેખિતમાં અરજી કરી છે. નવસારી પોલીસમાં આ મામલે કોઇ ગુનો દાખલ કરાયો નથી.
Surat: 30મી એપ્રિલે સુરતમાં યોજાશે સાયક્લોથૉન રેસ, સ્કેન કરીને કરી શકો છો રજિસ્ટર
Surat: સુરત શહેરમાં આગામી 30 એપ્રિલે એક મેગા સાયક્લોથૉન રાઇડનું આયોજન કરવામાં આવ્યુ છે, આ સાયક્લોથૉનમાં સુરત વાસીઓ ભાગ લઇ શકશે, આ માટે અત્યારથી જ રજિસ્ટર માટેની વિન્ડો ઓપન થઇ ગઇ છે. આ મેગા સાયક્લોથૉન રાઇડનું આયોજન સુરત પોલીસ અને સુરત વાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સુરતમાં આગામી 30મી એપ્રિલથી યોજાનારી આ સાયક્લોથૉન રાઇડ 2023 માટેનુ પૉસ્ટર પણ અત્યારે સામે આવ્યુ છે, જે પૉસ્ટર અંતર્ગત જાણી શકાય છે કે, આ મેગા સાયક્લોથૉનમાં ભાગ લેવા માટે યુવાઓ અને શહેરજનો એક કૉડ સ્કેન કરીને પોતાનુ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ખાસ વાત છે કે આ 30મી યોજાનારી મેગા સાયક્લોથૉન 2023 રાઇડ સવારે 6 વાગ્યાથી શરૂ થઇ જશે, આ રાઇડ સુરત પોલીસ અઠવાલાઇન્સ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ પરથી શરૂ થશે.
ધ જુનોમોનેટા સાઈક્લોથોન 2023ની આ સાઇકલ રાઈડ નું સ્લોગન છે “ ફિટ ઇન્ડિયા- ફિટ સુરત”. જેનું આયોજન 94.3 માય એફ એમ કરી રહ્યું છે. પાવર્ડ બાય કોન્સેપ્ટ મેડિકલ તેમજ સુરત સિટી પોલીસ આ સાઈક્લોથોનને સપોર્ટ કરી રહી છે. એબીપી અસ્મિતા તેમનું ન્યુઝ પાર્ટનર છે.
Surat: મૃત્યુ બાદ પણ 7 લોકોને નવજીવન આપતો ગયો સુરતનો 9 વર્ષનો ‘આરવ’, એકના એક પુત્રના નિધન બાદ પરિવારનો અંગદાનનો નિર્ણય
સુરત: શહેરમાં નાનકડા બાળકના અંગદાનની અભૂતપૂર્વ ઘટના બની છે. પૂણા ગામના અંટાળા પરિવારે પોતાના એકના એક ધોરણ-૪ માં અભ્યાસ કરતા માત્ર ૯ વર્ષના બ્રેઈનડેડ બાળકના ૭ અંગોનું દાન કરીને માનવતાની મિસાલ કાયમ કરી છે. સુરત શહેરના સિમાડા વિસ્તારમાં આવેલી એઈમ્સ (AAIHMS) હોસ્પિટલમાં બે દિવસથી સારવાર લઈ રહેલું બાળક બ્રેઈનડેડ થતા બાળકના પરિવારે તમામ અંગોનું દાન કરવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો. બ્રેઈનડેડ બાળકના હ્રદય, લીવર, બે કિડની, ફેફસા અને બે આંખોના દાન કરી ૭ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે. હ્રદય, અને ફેફસા એમ.જી.એમ. હોસ્પિટલ-ચેન્નાઈ તેમજ લીવર અને કિડની કે.ડી.હોસ્પિટલ- અમદાવાદની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યા છે.
મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને સુરતના પૂણા ગામ, યોગીચોક પાસે યોગીદર્શન સોસાયટીમાં રહેતા નયનભાઈ અંટાળા રત્નકલાકાર છે. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા નયનભાઈને સંતાનમાં ૯ વર્ષીય પુત્ર આરવ હતો. આરવ તેમનો એકનો એક પુત્ર હતો. ગત તા.૧૯મી એપ્રિલના રોજ રમતા-રમતા આરવને માથાના ભાગે ઈજા થઈ હતી. જેથી પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે કામરેજની વાત્સલ્ય હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ફરજ પરના ડો.હિતેષ કલસરિયાએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકની ઈજાની ગંભીરતા સમજી સિમાડા ખાતે આવેલી એઈમ્સ (AAIHMS) મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રિફર કર્યા હતા