શોધખોળ કરો

Surat: બીજાની સોસાયટીમાં શૌચાલય કરવા જતા પહેલા સો વખત વિચારજો, સુરતમાં યુવકને લોકોએ ઢીબી નાખ્યો

સુરત: સચિન જીઆઇડીસીમાંથી અજીબ ઘટના સામે આવી છે. સચિન જીઆઇડીસીમાં કેટલાક લોકોએ એક યુવકને પકડીને માર માર્યો હતો. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે તેમાં તપાસમાં ચોંકાવનારી હકિકત સામે આવી છે.

સુરત: સચિન જીઆઇડીસીમાંથી અજીબ ઘટના સામે આવી છે. સચિન જીઆઇડીસીમાં કેટલાક લોકોએ એક યુવકને પકડીને માર માર્યો હતો. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે તેમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે રામેશ્વર કોલોનીમાં આવેલા સૌચાલયમાં બહારનો વ્યક્તિ શૌચાલય કરવા આવતા સ્થાનિક લોકોને તેની પર ચોરી કરવા આવ્યો હોય તેવી શંકા ગઈ હતી. બાદમાં યુવક તેની બાજુની સોસાયટીનો જ રહેવાસી નીકળતા તમામ બાબતે સમાધાન થઈ ગયું હતું.

Surat: બીજાની સોસાયટીમાં શૌચાલય કરવા જતા પહેલા સો વખત વિચારજો, સુરતમાં યુવકને લોકોએ ઢીબી નાખ્યો

સુરતના સચિન જીઆઇડીસીમાં આવેલ રામેશ્વર કોલોનીમાંથી એક અજીબ ઘટના સામે આવી હતી. જ્યાં રામેશ્વર કોલોનીમાં રહેતા કેટલાક યુવકોએ એક યુવકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. સ્થાનિક લોકોએ બહારથી આવેલ આ યુવક પર શંકા જતા તેને માર માર્યો હત અને બાદમાં છોડી મૂક્યો હતો. યુવકને માર મારતો અજાણા વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તેમાં જુદા જુદા પ્રકારની વાતો વહેતી થઈ હતી. કહેવાય રહ્યું હતું કે સ્થાનિક વિસ્તારમાં અસામાજિક તત્વોએ યુવકને માર માર્યો છે. પોતાના વર્ચસ્વના જોડે અસામાજિક તત્વોએ યુવકને જાહેરમાં માર માર્યો હતો. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે પણ આમાં તપાસ કરતા વાત કાંઈક અલગ જ બહાર આવી હતી. ખરેખર યુવક અન્ય સોસાયટીમાં શૌચાલય કરવા ગયો હતો અને લોકોએ ચોર સમજી તેને મેથીપાક ચખાડ્યો હતો.

મેથીપાક ચખાડી છોડી મૂક્યો

ઘટના અંગે સચિન gidc ના પી.આઈ એ જે ચૌધરીએ જણાવ્યું હતું કે આ વિડીયો ગત મોડી રાત્રે મારી પાસે આવ્યો હતો. જેને લઇ વીડિયોમાં દેખાઈ રહેલ ઈસમોને મેં રાત્રે જ પોલીસ સ્ટેશન બોલાવી તપાસ કરી હતી. ત્યારે ખરેખર જાણવા મળ્યું હતું કે રામેશ્વર કોલોનીની સોસાયટીની બાજુમાં જ આવેલ એક સોસાયટીમાં લોકો માર મારતા હતા તે યુવક રહેતો હતો. તે યુવક બાર ફરતો હતો ત્યારે શૌચક્રિયા કરવા માટે બાજુની સોસાયટીમાં આવેલ સૌચાલયનો ઉપયોગ કરી ત્યાં પહોંચી ગયો હતો. જોકે સ્થાનિક લોકો તેને ન ઓળખતા તેની ઉપર શંકા વ્યક્ત કરી હતી. અને સ્થાનિક લોકોએ યુવક અહીં ચોરી કે અન્ય કોઈ ગરઇરાદે આવ્યો હોવાની શંકા રાખી મેથીપાક ચખાડી છોડી મૂક્યો હતો.

સ્થાનિકોમાં ગેરસમજ ઊભી થઈ હતી 

તો બીજી તરફ પી.આઈ એ વધુમાં જણાવ્યું હતું કે સચિન જીઆઇડીસીમાં પરપ્રાંતીઓ અને કામદાર વર્ગના લોકો વધુ રહેતા હોય છે. અહીં અવારનવાર ચોરીઓ જેવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. આ ઉપરાંત અહીં કારીગર અને કામદાર વર્ગ વધુ હોવાથી લોકો એકબીજાને ઓળખતા પણ નથી હોતા. જેને લઇ આ યુવક પોતાના ઘરનું શૈચાલય છોડીને બાજુની સોસાયટીના સૌચાલયનો ઉપયોગ કરતા લોકોને તેની પર શંકા ગઈ હતી. વિડીયો વાયરલ થયા બાદ મોડી રાત્રે મેં બંને યુવકોને બોલાવ્યા હતા અને તેના પરિવાર પણ પોલીસ સ્ટેશન આવ્યા હતા. અને તપાસ કરાવી તારે જાણ થઈ કે યુવક તેમની બાજુની સોસાયટીમાં જ રહેતો હતો. જોકે સ્થાનિકોમાં ગેરસમજ ઊભી થઈ હતી ત્યારબાદ થોડા સમયમાં જ સમગ્ર મામલો થાળે પડી ગયો હતો અને તમામ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget