(Source: ECI/ABP News/ABP Majha)
Surat: તહેવારની ભીડના કારણે ટ્રેન ચૂકાઇ જતાં, શખ્સે રિઝર્વ ટિકિટના રિફંડની કરી માંગણી, જાણો રેલેવેના શું છે નિયમો
એક મુસાફરે X પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો કે, તેણે કન્ફર્મ ટિકિટ ખરીદી હોવા છતાં તે તેની ટ્રેન ચૂકી ગયો. કારણ કે તેઓ ગુજરાતના વડોદરામાં તહેવારોની ભીડને કારણે ટ્રેનમાં પ્રવેશી શક્યા ન હતા.
Surat:તહેવારોની ભીડને સંભાળવામાં તેના નબળા પ્રદર્શન માટે ભારતીય રેલ્વે ફરી એકવાર ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. કારણ કે દિવાળી પહેલા વતન જતા મુસાફરોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં રેલવે પ્લેટફોર્મ પર ખીચોખીચ ભરેલી ટ્રેનો અને મોટી ભીડ જોઈ શકાય છે. ભીડને કારણે ઘણા મુસાફરો ફસાયેલા છે અને તેમના ગંતવ્ય સુધી પહોંચી શકતા નથી.
એક મુસાફરે એક વીડિયો શેર કર્યો છે તેણે એમ પણ કહ્યું કે ભીડને કારણે તેના જેવા ઘણા લોકો ટ્રેનમાં ચઢી શક્યા ન હતા.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડીઆરએમ) વડોદરાને ટેગ કરતા વ્યક્તિએ લખ્યું, 'ભારતીય રેલ્વેનું મેનેજમેન્ટ સૌથી ખરાબ છે. મારી દિવાળી બરબાદ કરવા બદલ આભાર. જો તમારી પાસે કન્ફર્મ થર્ડ એસી ટિકિટ હોય તો પણ તમને તે જ મળશે તે જરૂરી નથી. પોલીસ તરફથી કોઈ મદદ મળી નથી. મારા જેવા ઘણા લોકો ટ્રેનમાં ચઢી શક્યા ન હતા. મને કુલ રૂ. 1173.95 રિફંડ જોઈએ છે.
PNR 8900276502
— Anshul Sharma (@whoisanshul) November 11, 2023
Indian Railways Worst management
Thanks for ruining my Diwali. This is what you get even when you have a confirmed 3rd AC ticket. No help from Police. Many people like me were not able to board. @AshwiniVaishnaw
I want a total refund of ₹1173.95 @DRMBRCWR pic.twitter.com/O3aWrRqDkq
તે વ્યક્તિએ આગળ લખ્યું, 'કામદારોના ટોળાએ મને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો. તેઓએ દરવાજા બંધ કરી દીધા અને કોઈને પણ ટ્રેનમાં પ્રવેશવા દીધા નહિ. પોલીસે મને મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અને પરિસ્થિતિ જોઈને હસવા લાગ્યા.' સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં ડીઆરએમ વડોદરાએ રેલવે પોલીસને ઘટનાની તપાસ કરવા આદેશ આપ્યો છે.
ટ્રેન છૂટી જવાના કિસ્સામાં તમે તમારા રિફંડ માટે દાવો કરી શકો છો. રેલ્વે નિયમો અનુસાર, જો કોઈ મુસાફર ટ્રેન ચૂકી ગયો હોય અથવા ટ્રેન 3 કલાકથી વધુ મોડી હોય, તો આવી સ્થિતિમાં તમે ટિકિટ કેન્સલ કરી શકો છો અને રિફંડનો દાવો કરી શકો છો. પરંતુ તે ધ્યાનમાં રાખવું પડશે કે આ રિફંડ મેળવવા માટે તમારે રેલવેની કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે. આના વિના તમને રિફંડ નહીં મળે. આવી સ્થિતિમાં, પેસેન્જર ટીડીઆર ફાઇલ કરીને રિફંડ મેળવી શકાય છે.