(Source: ECI/ABP News/ABP Majha)
Surat Child Death: વાણી માટે ચેતવણીરૂપ કિસ્સો, પાણીના ટબમાં ડૂબી જતાં 1 વર્ષની બાળકીનું મૃત્યુ
Surat Child Death:સુરતના લીંબાયતમાં એક ચેતાવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીં રમતાં રમતા બાળકી પાણીના ટબમાં ડૂબી જતાં તેનું મોત થયું છે.
Surat Child Death:સુરતના લીંબાયતમાં એક ચેતાવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીં રમતાં રમતા બાળકી પાણીના ટબમાં ડૂબી જતાં તેનું મોત થયું છે.
સુરતના લીંબાયતમાં એક ખૂબ જ અફસોસજનક ઘટના બની છે. ઉતરાયણના દિવસે 1વર્ષની દીકરી ફાતિમા ઘરમાં રમતા રમતા બાથરૂમમાં ભરેલા ટબમાં પડી ગઇ હતી. માતાએ ટબમા પડેલી બાળકીને જોતા તાબડતોબ તેને બહાર કાઢી હતી અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે બદનસીબે સારવાર દરમિયાન જ બાળકીનું મોત થયું હતું. આ કિસ્સો માતા પિતા માટે ચેતાવણી રૂપ ચોક્કસ છે કે બાળકો પ્રત્ચેની થોડીક જ બેદરકારી કેટલીક અફસોસજનક કરૂણાંતિકા સર્જે છે.
Rajkot: ધોરાજી નજીક ભાજપના ધારાસભ્યની કારને નડ્યો અકસ્માત, પોલીસનો કાફલો ઘટના સ્થળે
રાજકોટ: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની કારનો અકસ્માત થયો છે. ધારાસભ્યની કાર ઉપલેટા રાજમાર્ગ ઉપર જઈ રહી હતી ત્યારે ગાડી વીજપોલ સાથે અથડાઈ હતી. અકસ્માત દરમ્યાન ધારાસભ્ય ગાડીમાં સવાર હતા.
રાજકોટ: જિલ્લાના ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની કારનો અકસ્માત થયો છે. ધારાસભ્યની કાર ઉપલેટા રાજમાર્ગ ઉપર જઈ રહી હતી ત્યારે ગાડી વીજપોલ સાથે અથડાઈ હતી. અકસ્માત દરમ્યાન ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા ગાડીમાં સવાર હતા. ધારાસભ્યની ગાડી વીજપોલમાં અથડાતા ગાડીમાં સામાન્ય નુકસાન થયું છે. જોકે કારમાં સવાર ધારાસભ્યને કોઈ ઇજા થઈ નથી. ધારાસભ્યની કારને અકસ્માત નડતા તે અંગેની જાણ ઉપલેટા પોલીસને થઈ હતી અને પોલીસની ટીમ તાત્કાલીક દોડી આવી હતી. અકસ્માત બાદ કાર ચાલી શકે તેમ ન હોવાથી ધારાસભ્યના કાફલાને અન્ય ગાડીમાં બેસાડી રવાના કર્યો હતો.
સુજલામ સુફલામ કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર
મહીસાગર: જેઠોલી ગામની સુજલામ સુફલામ કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આ અંગે સામે આવેલી વિગત અનુસાર ગઈકાલે યુવતી ગુમ થઈ હતી. આજરોજ જેઠોલી ગામ પાસે આવેલ સુજલામ સુફલામ કેનાલમાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બાલાસિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. યુવતીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તેની માહિતી પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
દીંગુચા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચને દિંગૂચા કેસ મામલે મોટી સફડતા મળી છે. પરિવારને કેનેડાથી અમેરિકા બોર્ડર પર બરફ વચ્ચે મોકલનાર 2 એજન્ટોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વિદેશ જવાની ઘેલછામાં જીવ ગુમાવનારા મહેસાણાના ડિંગુચાનાં પરિવારના મોત મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફડતાં મળી છે.19 જાન્યુઆરી 2022 નાં રોજ કેનેડાથી અમેરિકા બોર્ડર ક્રોસ કરતા સમયે ડીંગુચાનાં પરિવારના 4 સભ્યો ઠંડીમાં થીજી જતા મોત નિપજતા હતા. જે મામલે એમ્બેસી સહિત ગુજરાત પોલીસ તપાસ કરી રહી હતી. દીંગુચાનાં પરિવારને વિદેશ મોકલનાર એજન્ટ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.