શોધખોળ કરો

SURAT: બાબામય થયુ સુરત, રામ રક્ષક સેનાએ લાખો ઘરો પર લગાવી ધજાઓ

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં આવી રહ્યા છે ત્યારે ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ, લોક રક્ષક સેના દ્વારા લાખોની સંખ્યામાં ઘરોમાં ધ્વજ લગાડી ભગવા રંગે રંગી દેવાનું આયોજન છે.

SURAT: સુરતમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઇને તૈયારીઓ પુરજોશમાં શરૂ થઇ ગઇ છે, હવે આખેઆખુ સુરત બાબામય થઇ ગયુ છે, બાબાના સ્વાગત માટે લોક રક્ષક સેના સેનાએ શહેરના લાખો ઘરો પર ધજાઓ લગાવીને તેમના આગમને ખાસ બનાવવાના માટે પ્રયાસ શરૂ કર્યો છે. 
 
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં આવી રહ્યા છે ત્યારે ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ, લોક રક્ષક સેના દ્વારા લાખોની સંખ્યામાં ઘરોમાં ધ્વજ લગાડી ભગવા રંગે રંગી દેવાનું આયોજન છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના અનુયાયીઓની સંખ્યા ખૂબ મોટી છે દેશભરમાં અલગ અલગ જગ્યા ઉપર તેમના સમર્થકો લાખોની સંખ્યામાં છે. સુરતની લોક રક્ષક સેના દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં આવી રહ્યા છે ત્યારે ઘરે ઘરે લોક રક્ષક સેનાના ધ્વજ લગાવવામાં આવશે, અને તેમના દ્વારા લોકોને આહવાહન કરવામાં આવ્યુ છે. સુરત શહેરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે ત્યારે સમગ્ર શહેરની અંદર જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યા છે,

દેવેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. લોકરક્ષક સેના દ્વારા ઘરે-ઘરે ધ્વજ લગાડવામાં આવશે, એટલુ જ નહીં દરેક ઘરે દીવા પ્રગટાવીને દિવાળી જેવો માહોલ બનાવવામાં આવશે. સુરત શહેરના આઠ ઝૉનમાં અલગ અલગ ધ્વજનું વિતરણ કરવામાં આવશે. જે પણ દિવાળીનો સામાન લાઇટિંગનો હશે તે લોકો પોતાની સ્વયંભૂ બહાર લાવીને દિવાળીની જેમ ઘરોને પણ શણગારવા માટેનું આહવાહન કરવામાં આવ્યું હતું. લોક રક્ષક સેનાના સ્વયંસેવકો હજારોની સંખ્યામાં ખડે પગે દિવ્ય દરબાર માટે સેવા આપશે. લોક રક્ષક સેનાના અધ્યક્ષ મહેશ પાટીલે જણાવ્યું કે, અમારું સંગઠન સમગ્ર ભારતવર્ષમાં છે બાગેશ્વર ધામ સાથે હું વ્યક્તિગત રીતે ઘણા સમયથી જોડાયેલો છું. અમે ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવા જઈ રહ્યા છે, દરેક રામ ભક્ત આમાં ખૂબ હૃદયથી સેવા આપવા માટે તત્પર છે. રામ સેવકોની કતાર લાગી જશે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પ્રકારની સેવા આપવા માટે અમે લોકો તૈયાર છે.

રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા બાદ હવે આ શહેરમાં યોજાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર

Baba Bageshwar: રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા બાદ હવે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ગાંધીનગરમાં પણ યોજાશે. આગામી 28 મેના રોજ ઝુંડાલ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાશે. ગુરુ વંદના મંચ સમર્પિત પરિષદ અને ગુરુ વંદના મંચ રાજ્ય પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 5થી 7: 30 દરમિયાન બાબા બાગેશ્વારનો દિવ્ય દરબાર યોજાશે.

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર માટે 500 ખાનગી બાઉન્સરો અને 1500 સ્વયંસેવકો હાજર રહેશે

સુરત અને રાજકોટ ઉપરાંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં પણ દિવ્ય દરબાર ભરશે. ચાણક્યપુરીમાં ખુલ્લા મેદાનમાં મંડપ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. 29 અને 30 મે ના રોજ ચાણક્યપુરીમાં દરબાર ભરાશે. જ્યાં દરબાર ભરાવાનો છે તે સ્થળે આયોજકો પહોંચ્યા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવામા આવનાર મકાન બહાર જ ડોમ બાંધવામાં આવી રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં 1500 સ્વયંસેવકો અને 500 ખાનગી બાઉન્સર રહેશે. સાંજે 5 કલાકે દિવ્ય દરબાર ભરાશે જે અમર્યાદિત સમય સુધી ચાલશે. હથિયારધારી સિક્યોરિટી પણ રાખવામાં આવશે. મહિલા સિક્યોરિટી અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ફાળવેલ 22 રૂમના બંગલાથી 100 મીટર અંતરે દરબારનું આયોજન કરવામાં આવશે.

રાજકોટ શહેરમાં બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં આગામી 1 અને 2જૂનના રોજ બાબાનો દિવ્ય દરબાર યોજાશે.  અંગે શરૂ થયેલા કાર્યાલયની મુલાકાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ પહોંચ્યા હતાં. 

આગામી 1 અને 2 જૂને રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે.  આ કાર્યક્રમ અંગેની તૈયારી અને આયોજકો સાથે સીઆર પાટીલ મુલાકાત કરવા પહોંચ્યા હતા.  આ દરમિયાન તેમની સાથે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ ભરત બોધરા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા અને ધારાસભ્ય દર્શિતા બેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Embed widget