Surat: પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બેનર લાગતાં થયો વિવાદ, જાણો વિગત
રેસ્ટોરન્ટે 'પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ'ના બેનર લગાવાતા બજરંગ દળ દ્વારા બેનર ફાડી સળગાવી દેવામાં આવ્યું હતું. સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરન્ટના સંચાલકોએ મોટું બેનર લગાવી જાહેરાત કરી હતી
![Surat: પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બેનર લાગતાં થયો વિવાદ, જાણો વિગત Bajrang dal protest against Pakistani food festival in Surat Surat: પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બેનર લાગતાં થયો વિવાદ, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/13/913891643895a21f77c5f18d8e895dbf_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ શહેરની એક રેસ્ટોરન્ટ દ્વારા 'પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ'ના બેનર લગાવાતા બજરંગ દળ દ્વારા બેનર ફાડી સળગાવી દેવામાં આવ્યું હતું. સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરન્ટના સંચાલકોએ મોટું બેનર લગાવી જાહેરાત કરી હતી. જ્યાં બજરંગ દળ દ્વારા રેસ્ટોરન્ટવાળાને ત્યાં પહોંચી આવી કારતૂત બીજી વખત નહીં કરવા ચેતવણી આપવામાં આવી હતી.
સુરત શહેરના રિંગરોડ વિસ્તારની ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટની ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાત કરતા બેનર લાગતા ભારે હોબાળો થયો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી તમામ બેનર ઉતારી સળગાવી દીધા હતા. સાથે સાથે રેસ્ટોરન્ટવાળાને ચેતવણી આપવામાં આવી હતી.
દેશ વિરોધી દેશોના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય તેવું બજરંગ દળના દેવી પ્રસાદ દુબેએ જણાવ્યું હતું. તેમમે વધુમાં જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ દ્વારા આ વાત ની ખબર પડી હતી. તેઓ સ્થળ પર જઈ તપાસ કરતા ઇસ્લામિક આતંકવાદી દેશ પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલના બેનર લાગ્યા હોવાની માહિતી મળી હતી. બેનર ઉતારી સળગાવી દેવાયા હતા. દેશ વિરોધી દેશોના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય, ચેતવણી આપી છે. હવે આવું કૃત્ય કરશો તો જવાબ આપશે તેવી ચીમકી આપી હતી..
બીજી તરફ કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ભાજપના કહેવાતા ધનદાની વ્યક્તિના માલિકીની સુરત શહેરમાં પ્રખ્યાત રેસ્ટોરન્ટ ટેસ્ટ ઓફ ઈન્ડિયા હવેથી 10 દિવસ માટે પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલ ઉજવી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)