Surat : પાંડેસરામાં બિલ્ડિંગના 14માં માળેથી નીચે પટકાતા 2 કામદારોના મોત
સુરતમાં લિફ્ટના કામ દરમિયાન બે લોકોના મોતની ઘટના સામે આવી છે. પાંડેસરામાં લિફ્ટના કામ દરમિયાન 14મા માળેથી નીચે પટકાતા બે કામદારોના મોત નીપજ્યા છે.
સુરતઃ સુરતમાં લિફ્ટના કામ દરમિયાન બે લોકોના મોતની ઘટના સામે આવી છે. પાંડેસરામાં લિફ્ટના કામ દરમિયાન 14મા માળેથી નીચે પટકાતા બે કામદારોના મોત નીપજ્યા છે. પાંડેસરા બમરોલી વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસેના પ્લેટિનિયમ કોમ્પ્લેક્ષમાં દુર્ઘટના બની છે, જેમાં અહીં કામ કરતા 2 શ્રમિકના મોત નીપજ્યા છે. લિફ્ટનું કામ કરતા નિલેશ અને આકાશ નામના કામદારનું મોત થયું છે. પગ સ્લિપ થઇ જતાં આ દુર્ઘટના ઘટી હતી.
નવ નિર્મિત પેરેલીયમ એપાર્ટમેન્ટમાં દુર્ઘટના ઘટી છે. આકાશ બોરસે અને નિલેશ પાટીલનું મોત નીપજ્યું છે. બંને મહારાષ્ટ્રના નંદુરબારના વતની છે. લિફ્ટના ભાગમાં કામદાર કામ કરવા ગયા હતા. સ્ટુલ પર ઉભો રહી એક કામદાર કામ કરી રહ્યો હતો. બીજો કામદાર તેની સાથે હતો. એક કામદાર નીચે પડતા બીજો બચાવવા ગયો ત્યારે બન્ને લિફ્ટની ગેલેરીમાં 14 માં માળેથી પટકાયા.
આ દુર્ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોઇ શકાય છે કે, લિફ્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે, લિફ્ટ ફિટિંગ કરવાના કામ દરમિયાન આ દુર્ઘટના ઘટી હોય શકે છે.
Ahmedabad : લિફ્ટના નિર્માણ દરમિયાન બની દુર્ઘટના, 7 શ્રમિકોના મોત, ગુજરાત યુનિવર્સિટી પાસેની ઘટના
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી પાસે મોટી દુર્ઘટના ઘટના ઘટી છે. લિફ્ટના નિર્માણ દરમિયાન માચડો તૂટતાં 7 લોકોના મોત નીપજ્યા છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટી પાસે નિર્માણાધીન બ્લિડિંગના લિફ્ટના નિર્માણ દરમિયાન માચડો તૂટતા 7 શ્રમિકોના મોત નીપજ્યા છે. એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાં સાતમા માળેથી લીફટ તૂટતા 7 શ્રમિકોના મોત નીપજ્યા છે. બિલ્ડીંગનું બાધકામનું ચાલી રહ્યું હતું.
The mishap at an under-construction building in Ahmedabad is saddening. Condolences to those who have lost their family members in this mishap. I hope the injured recover soon. The local authorities are providing all possible assistance to those affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2022
આજે સવારે 9 વાગ્યાની આસપાસ એસ્પાયર 2 નામની બિલ્ડીંગમાં આ દુર્ઘટના ઘટી હતી. ઘોઘંબાના રહેવાસી મજૂરો કામ કરતા હતા. દરમિયાન લિફ્ટ તૂટતા તેઓ નીચે પટકાયા હતા. અત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળી હતી. આ પછી અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા છીએ. અહીંયા સ્થળ તપાસ માટે આવ્યા છીએ પરંતુ કોઈપણ પ્રકારના જવાબદાર અધિકારી હાજર નથી.
Seven labourers dead in a lift collapse incident reported in Ahemdabad, Gujarat: Chief Fire Officer, Jayesh Khadia
— ANI (@ANI) September 14, 2022
લિફ્ટ તૂટી ત્યારે કુલ આઠ લોકો પડ્યાં હતાં. જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડ્યાં હતાં. બાકીના 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતાં. સેન્ટિગ ભરવાનું કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેઓ નીચે પડ્યા હતા.
મૃતક શ્રમિકો
સંજયભાઈ બાબુભાઇ નાયક
જગદીશભાઈ રમેશભાઈ નાયક
અશ્વિનભાઈ સોમાભાઈ નાયક
મુકેશભાઇ ભરતભાઇ નાયક
રાજમલ સુરેશભાઇ ખરાડી
પંકજભાઇ શંકરભાઇ ખરાડી