Surat: BJP કોર્પોરેટરના પુત્રએ કર્યું ફાયરિંગ, જાણો પોલીસે શું કરી કાર્યવાહી ?
સુરતમાં ભાજપ કોર્પોરેટરના પુત્રએ ફાયરિંગ કર્યું હતું.સુરતમાં ભાજપના કોર્પોરેટર અજીતભાઈ પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણીયાની ફાયરિંગ કરવા બાબતે પાલ પોલીસે ધરપકડ કરી છે.
સુરત: સુરતમાં ભાજપ કોર્પોરેટરના પુત્રએ ફાયરિંગ કર્યું હતું.સુરતમાં ભાજપના કોર્પોરેટર અજીતભાઈ પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણીયાની ફાયરિંગ કરવા બાબતે પાલ પોલીસે ધરપકડ કરી છે.
સુરત BJPના કોર્પોરેટરના પુત્ર દ્વારા ફાયરિંગ કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ પટેલ ( ભેંસાણીયા )ની ધરપકડ કરવામાં આવી છે. ભેસાણ ગામમાં ફાયરિંગની ઘટના બની હતી.
ઈશ્વર કૃપા રેસીડેન્સીની સાઈટ પર ફાયરિંગ થયું હતું. એક રાઉન્ડ ફાયરિંગ થતા પાલ પોલીસ દોડતી થઈ હતી. દિવ્યેશ ભેંસાણિયા દ્વારા દીવાલ પર ફાયરિંગ કરાયું હતું. ફાયરિંગ કરનાર દિવ્યેશ કોર્પોરેટર અજિત પટેલનો પુત્ર છે. અજિત પટેલના બે પુત્રો પૈકી દિવ્યેશ દ્વારા ફાયરિંગ કરાયું હતું. બાંધકામની સાઈટ પર કોન્ટ્રાક્ટર સાથે માથાકૂટ થઈ હતી. કોન્ટ્રાકટર સાથે બબાલ થતા ફાયરિંગ કર્યાનો આરોપ છે.
સુરતમાં 27 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે સુરત અને પાટણમાં હૃદય બંધ થતાં બે વ્યક્તિએ જિંદગી ગુમાવી. સુરતમાં 27 વર્ષિય સંજય ચૌહાણનું મૃત્યું થયું છે.
સુરતમાં વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો છે. 27 વર્ષિય ,સંજય ચૌહાણનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુરતના બમરોલીમાં વિસ્તામાં યુવક ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘરે બેઠો હતો ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને બાદ હાર્ટ અટેક આવતા તે ઘરમાં જ ઢળી પડ્યો હતો. પરિવારે તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ તેમનો જીવ ન હતો બચાવી શકાયો. તબીબે તેમને મૃત જાહેર કર્યો. સંજયના પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઇ અને માતા-પિતા છે. સંજયના અકાળે નિધનથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં હાર્ટ અટેકના કારણે 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં પણ યુવાઓનું હાર્ટ અટેકના કારણે મોત થયાની ઘટનાઓ વધી છે.