શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતની કોંગ્રેસ શાસિત કઈ તાલુકા પંચાયતમાં થયું ભંગાણ? આઝાદી પછી પહેલીવાર ભાજપ આવશે સત્તામાં

જિલ્લા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ, જશુબેન ગામીત અને ન્યાય સમિતિના અધ્યક્ષ સહિત 5 સભ્ય ભાજપમાં જોડાયા હતા. 

તાપીઃ કોંગ્રેસની વ્યારા તાલુકા પંચાયતમાં મોટું ગાબડું પડ્યું છે. જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જિલ્લા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ, જશુબેન ગામીત અને ન્યાય સમિતિના અધ્યક્ષ સહિત 5 સભ્ય ભાજપમાં જોડાયા હતા. 

અગાઉ વ્યારા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબ્જો હતો. 20 બેઠક પૈકી પ્રમુખ સહિત 5 સભ્ય આજે જોડાતા ભાજપના 11 સભ્ય થતા તાલુકા પંચાયત વ્યારાની સત્તા ભાજપે  હાંસલ કરી છે. આઝાદી બાદ પ્રથમવાર વ્યારા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લેહરાશે.

વડોદરા હિના હત્યા કેસઃ આરોપી સચિન દિક્ષિતને લઈને થયો વધુ એક મોટો ધડાકો?

વડોદરાઃ ચકચારી હિના ઉર્ફે મહેંદીની હત્યાના મામલે વધુ એક મોટો ધડાકો થયો છે. બાપોદ પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી સચિને પોતે પરણિત હોવાની હકીકત છુપાવી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આરોપી સચિન અને મૃતક હિના એક અઠવાડિયું ફતેગંજમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. 21 જૂન 2021થી 30 જૂન 2021 સુધી બંને પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. ફૈઝાન નામના વ્યક્તિએ બંનેને મકાન અપાવ્યું હતું. નોંધનીય છે કે, કોર્ટે આરોપી સચિનના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. 

બાપોદ પોલીસે સચીન દિક્ષિતનો કબજો અમદાવાદ પોલીસ પાસેથી મેળવ્યા પછી ગઈ કાલે શુક્રવારે દર્શનમ ઓએસીસ ખાતે આરોપીને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ હત્યાના સ્થળ જી બ્લોકના 102 નંબરના મકાનમાં આરોપીને લઈને પહોંચી હતી. આરોપીને બેડરૂમ અને રસોડામાં લઈ જવાયો હતો.

રસોડામાં જે જગ્યાએ મહેંદીની લાશ બેગમાં મૂકીને સંતાડી હતી તે સ્થળે હજુ પણ લોહીના ડાઘ હતા. જ્યારે ડિકમ્પોઝ લાશની દુર્ગંધ હજુ મકાનમાં હતી. પોલીસે આરોપી સચીનને હત્યા સમયે દારૂ પીધો હતો કે કેમ તે અંગે પૂછ્યું હતું. પોલીસે સચિને ક્યાં હત્યા કરી હતી અને લાશને કેવી રીતે બેગમાં પેક કરી સંતાડી હતી તે અંગે પણ પૂછપરછ કરી હતી.

આરોપીને ફ્લેટની આસપાસની દુકાનો પર લઈ ગયા હતાં. તે વારંવાર કઈ દુકાનમાં જતો હતો અને કઈ દુકાનમાંથી ખરીદી કરતો હતો તે અંગે પણ પૂછપરછ કરી હતી. 2 કલાક ચાલેલા રિકન્સ્ટ્રક્શન બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Embed widget