શોધખોળ કરો
Advertisement
સુરત મનપાએ ભાજપ નેતાનું 34 દુકાનો વાળુ આખેઆખુ કૉમ્પ્લેક્ષ સીલ કર્યુ, જાણો શું છે મામલો
અહીં રેસિડેન્ટની જગ્યાએ કૉમર્શિયલ કૉમ્પ્લેક્ષ ઉભુ કરી દેવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કૃતિ કૉમ્પ્લેક્ષનું ડિમૉલેશન કરવામાં આવ્યુ હતુ
સુરતઃ રાજ્યમાં અનેક જગ્યાએ પાલિકા દ્વારા ડિમૉલેશન કે અન્ય પ્રકારની કાર્યવાહી કરાઇ રહી છે, ત્યારે હવે સુરત મહાનગર પાલિકા તરફથી મોટી કાર્યવાહીના સમાચાર મળ્યા છે. સુરત મનપાએ સિલીંગ કાર્યવાહીમાં શહેરમાં ભાજપના મોટા નેતાનુ આખુ કૉમર્શિયલ કૉમ્પ્લેક્ષ સીલ કરી દીધુ છે.
માહિતી પ્રમાણે, સુરતમાં ભાજપના નેતા સંજય દલાલનું કૉમર્શિયલ કૉમ્પલેક્ષ સીલ કરી દેવામાં આવ્યુ છે. સુરત મનપાએ 34 દુકાનો વાળુ આખુ કૃતિ કૉમ્પ્લેક્ષ સીલ કરવાનું કારણ પ્લાનમાં ગરબડી હોવાનું જણાવ્યુ છે. એટલે કે ભાજપના નેતા સંજય દલાલે આ જગ્યાને રહેણાંકના પ્લાનમાં મંજૂર કરાવી હતી, બાદમાં અહીં રેસિડેન્ટની જગ્યાએ કૉમર્શિયલ કૉમ્પ્લેક્ષ ઉભુ કરી દેવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કૃતિ કૉમ્પ્લેક્ષનું ડિમૉલેશન કરવામાં આવ્યુ હતું.
નોંધનીય છે કે, સુરત મહાનગર પાલિકા દ્વારા અગાઉ પણ કોંગ્રેસ નેતાના રેસિડેન્ટમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં નેતાઓની ઇમારતો પર પાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરાઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement