શોધખોળ કરો
Advertisement
કોરોનાના સંક્રમણને રોકવા ગુજરાતનું કયું જાણીતું માર્કેટ આગામી 31 જુલાઈ સુધી રહેશે બંધ? જાણો
સમગ્ર ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા એશિયાની સૌથી મોટી માર્કેટ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
સમગ્ર ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે હાલ સુરતમાં કોરોનાને લઈને સ્થિતિ બહુ જ ખરાબ છે. કોરોનાનો રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાના સંક્રમણને અટકાવવા એશિયાની સૌથી મોટી માર્કેટ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
સુરતમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા માટે એશિયાની સૌથી મોટી માર્કેટ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોઝિટિવ કેસોને ધ્યાનમાં રાખી બોમ્બે માર્કેટ બંધ કરી દેવામાં આવ્યા છે. બોમ્બે માર્કેટમાં છૂટક તથા જથ્થાબંધ કાપડનું વેચાણ થાય છે.
બોમ્બે માર્કેટમાં એક હજારથી વધુ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. તમામ વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આગામી 31 જુલાઈ સુધી બોમ્બે માર્કેટ બંધ રહેશે.
સુરતમાં હાલ કોરોના પોઝિટિવના 2740 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધી સુરતમાં 252 દર્દીઓના મોત નિપજ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement