શોધખોળ કરો
Advertisement
Coronavirus: સુરતમાં આજે કેટલા કેસ નોંધાયા, કેટલા દર્દીએ કોરોનાને આપી મ્હાત ? જાણો વિગતે
રાજ્યમાં શુક્રવારે કોવિડ-19ના નવા 1075 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4220 પર પહોંચ્યો છે.
સુરત: સુરતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 46796 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર અને જિલ્લાના મળીને 173 કેસ નોંધાયા હતા.જ્યારે વધુ ત્રણ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. આ સાથે સુરતમાં મૃત્યુઆંક 949 પર પહોંચ્યો છે.
સુરત શહેરમાં શુક્રવારે 139 નવા કેસ તેની સામે 145 લોકો ડિસ્ચાર્જ થયા અને સુરત જિલ્લામાં 34 નવા કોરોના કેસ નોંધાયા હતા તેની સામે 16 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે સુરતમાં આજે કુલ 161 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
રાજ્યમાં શુક્રવારે કોવિડ-19ના નવા 1075 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4220 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,33,263 પર પહોંચી છે. અત્યાર સુધી કુલ 2,16,683 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement