શોધખોળ કરો
Advertisement
Coronavirus: સુરતમાં ફરી કોરોનાનો હાહાકાર, રાજ્યમાં આજે થયેલા કુલ મોતના 50 ટકા સુરતમાં નોંધાયા
રાજ્યમાં આજે કુલ 6 લોકોના કોરોનાથી મોત થયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 1, સુરતમાં 1માં એક લોકોને કોરોના ભરખી ગયો હતો.
સુરતઃ રાજ્યમાં કોવિડ-19ના નવા 954 નવા કેસ નોંધાયા હતા. નવેમ્બરની શરૂઆતના બે દિવસ 900થી ઓછા કેસ નોંધાતા રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગતું હતું. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3734 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,451 એક્ટિવ કેસ છે, જ્યારે 1,59,448 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,390 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,75,633 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કુલ 6 લોકોના કોરોનાથી મોત થયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 1, સુરતમાં 1માં એક લોકોને કોરોના ભરખી ગયો હતો. રાજ્યમાં નોંધાયેલા કુલ મોતના 50 ટકા સુરતમાં જ નોંધાયા હતા. સુરત કોર્પોરેશનમાં આજે 155 અને સુરતમાં 43 મળી કુલ 198 કેસ નોંધાયા હતા. જ્યારે સુરત કોર્પોરેશનમાં 166 અન સુરતમાં 110 મળી 276 લોકોએ કોરોનાને હરાવ્યો હતો.
રાજ્યમાં આજે કુલ 1197 દર્દી સાજા થયા હતા અને 52,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 62,10,550 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.78 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,05,903 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,05,796 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
અમદાવાદઃ ધનિક મહિલાઓ સાથે શારીરીક સંબંધો બાંધવાના નામે યુવકે બનાવ્યાં પેકેજ, 5 યુવતીઓને લીધી સાથે ને…..
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે કોરોનાના 954 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 12,451 પર પહોંચી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement