શોધખોળ કરો
Advertisement
સુરતમાં રાજનાથ સિહંની ગર્જના, કહ્યું- પાક. આતંકવાદ બંધ કરે નહીં તો તેના ટૂકડા થવાથી કોઈ નહીં રોકે
રાજનાથ સિંહે શનિવાર રાત્રે સુરતમાં 122 શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનો માટે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે જો પાકિસ્તાન સાથે વાત થશે તો ફક્ત આતંકવાદ ખતમ કરવા અને POK પર જ થશે.
સુરત: રક્ષામંત્રી રાજનાથ સિંહે કાશ્મીર અને આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી જોઈએ. નહીં તો કોઈ પણ તેના ટુકડા થવાથી રોકી શકશે નહીં. રાજનાથ સિંહે શનિવાર રાત્રે સુરતમાં 122 શહીદ જવાનોની શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનો માટે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે જો પાકિસ્તાન સાથે વાત થશે તો ફક્ત આતંકવાદ ખતમ કરવા અને POK પર જ થશે.
રાજનાથ સિંહે કહ્યું, “પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના લોકોને સલાહ આપી છે કે તેઓએ લાઈન ઓફ કંટ્રોલને પાર કરવી નહીં કારણ કે ભારતીય સેના તૈયાર છે. જો તેઓ સીમા પાર કરીને આવ્યા તો તેઓ પાછા જઈ શકશે નહીં.Defence Minister Rajnath Singh in Surat: Pakistan, which isn't able to provide security to the minorities in its country, is talking about human rights. If human rights violations are taking place anywhere, it's in Pakistan. Minority in India was safe, is safe, & will remain safe pic.twitter.com/fVtW6XtQwq
— ANI (@ANI) September 14, 2019
રક્ષામંત્રીએ કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરમાંથી 370 હટાવવાના ભારતના નિર્ણયને પચાવી શક્યું નથી અને અન્ય દેશોને પણ ગેરમાર્ગે દોરીને વાતને યૂએન સુધી લઈ ગયા હતા પરંતું તેને કંઈ નથી મળ્યું. પાડોશી દેશને ભારતના વિકાસ અને પ્રગતિથી ઇર્ષા થાય છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાનને તોડવાની જરૂર નથી તે પોતે જ ટૂકડે ટૂકડા થઈ જશે. પાકિસ્તાને આતંકવાદનું સમર્થન બંધ કરી દેવું જોઈએ. નહીં તો તેને તૂટવાથી કોઈ રોકી શકશે નહીં. તેમએ કહ્યું કે તે પૂર્વમાં બે ટુકડામાં 0તૂટી ગયું છે અને જે રીતે પોતાના અલ્પસંખ્યકો-બલુચીઓ, સિંધીઓ સાથે વ્યવહાર કરી રહ્યું છે તેને લઇ પાકિસ્તાનના ગમે ત્યારે ભાગલા થઈ જશે.#WATCH Defence Minister Rajnath Singh: India was divided into two parts on the basis of religion- India & Pakistan were formed. Pakistan was again partitioned in 1971. If this politics continues, no power can stop Pakistan from being broken into pieces. pic.twitter.com/EsnNnYaq6d
— ANI (@ANI) September 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement