શોધખોળ કરો
Advertisement
સુરત સિવિલમાં પ્રસૂતિના ટાંકા તૂટી જતાં દુખાવાને કારણે બૂમો પાડતી મહિલાને ડોક્ટરે ચાર તમાચા ચોંડી દીધા, જાણો વિગત
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલના મહિલા તબીબ દ્વારા પ્રસૂતાને લાફા ઝીંકી સર્જિકલ સાધન વડે ઈજા કરી હોવાના આરોપ મહિલા અને તેના પતિ દ્વારા કરવામાં આવ્યા છે. મહિલા તબીબના મારનો ભોગ બનેલી પ્રસૂતાને કાનના ભાગે ઈજા પહોંચેતા આખરે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જોકે પ્રસૂતિ માટે આવેલી મહિલા દર્દી જોડે આટલી ગંભીર પ્રકારની ઘટના બનવા છતાં ખટોદરા પોલીસે ફક્ત મહિલા તબીબ સામે એન.સી.ફરિયાદ લઈ સંતોષ માન્યો છે. જ્યારે મહિલા તબીબ સામે કાર્યવાહી કરવાના બદલે સિવિલ હોસ્પિટલનું પ્રસાશન આંખે પાટા બાંધી મૌન સેવી લીધું છે જેને લઈ અનેક સવાલો ઉભા થયા છે.
જોકે મહિલા દર્દીને સર્જીકલ સાધન વડે માર મારી ઇજા પહોંચાડ્યા છતાં પોલીસે ફક્ત એન.સી ફરિયાદ જ દાખલ કરી હતી. જેને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. જ્યારે દર વખતની જેમ આ વખતે પણ સુરત નવી સિવિલ હોસ્પિટલનું પ્રશાસન જાણે આંખે પાટા બાંધી મહિલા દર્દી જોડે થયેલ દુર્વ્યવહારનો તમાશો જોતાં નજરે પડ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement