શોધખોળ કરો

Valsad Rain: ધરમપુરમાં સ્મશાન ભૂમિના અભાવે વરસતાં વરસાદમાં પ્લાસ્ટિક પકડી ઉભા રહી કરવી પડી અંતિમ વિધિ

વલસાડના કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે.

Valsad Rain: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં ધબધબાટી બોલાવી છે જેમા સૌથી વધુ જૂનાગઢ, નવસારી અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે. વલસાડના ધરમપુરના ભવાડા ગામેથી હચમચાવતી ઘટના સામે આવી છે. સ્માશન ભૂમિના અભાવે વરસતાં વરસાદમાં અંતિમ વિધિ યોજાઈ હતી. મૃતકના સ્વજનોએ અંતિમ શૈયા પર પ્લાસ્ટિક પકડીને ઊભા રહી અંતિમ વિધિ કરી હતી. કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં અનેક ગામોમાં આ સમસ્યા છે.

વલસાડના કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. રાંધા અને કૌચાને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા તો તુલસી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. આ તરફ હવે બંને તરફના ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કોઝવે પસાર કરવા કલાકો સુધી રાહ જોવી પડે છે. આ તરફ લોકો જીવને જોખમમાં મૂકી કોઝવે પસાર કરતાં જોવા મળ્યા છે. નોંધનીય છે કે, આજે પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં મેઘરાજા બે દિવસ ધીમા પડ્યા બાદ ફરી આક્રમક રમત અપનાવતા જળબંબાકારની સ્થિતી ઉભી થતા જનજીવન પ્રભાવિત થયું છે.

Valsad Rain: ધરમપુરમાં સ્મશાન ભૂમિના અભાવે વરસતાં વરસાદમાં પ્લાસ્ટિક પકડી ઉભા રહી કરવી પડી અંતિમ વિધિ

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હાલ બંગાળમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત તરફ આવતી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતભરમાં ભારે વરસાદનું અનુમાન છે. તો એવા સાત જિલ્લા છે. જ્યાં અતિભારે વરસાદના અનુમાનને જોતા રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાન મુજબ રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં હાલ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અતિ ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ આપ્યું છે.   આજે કચ્છ,જૂનાગઢ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા  ઓરેંજ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર,સુરત,નવસારી,આણંદ,વડોદરામાં વરસાદની તીવ્રતાને લઇને યલો અલર્ટ જાહેર કર્યું છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.

Valsad Rain: ધરમપુરમાં સ્મશાન ભૂમિના અભાવે વરસતાં વરસાદમાં પ્લાસ્ટિક પકડી ઉભા રહી કરવી પડી અંતિમ વિધિ

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે

ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ

JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'

2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો

ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'
JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ

Home Loan: જો તમે લોનના આટલા હપ્તા ન ચૂકવો તો બેંક તમને ડિફોલ્ટર જાહેર કરશે, જાણો પછી તમારું શું થશે?

૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા

Embed widget