શોધખોળ કરો

Surat:સુરતના ગોડાદરામાંથી લાખો રુપિયાનો ડુપ્લીકેટ મસાલો ઝડપાયો

સુરતના ગોડાદરા વિસ્તારમાંથી  6 લાખનો ડુપ્લીકેટ મસાલો જપ્ત કરવામાં આવ્યો છે. ગોડાદરા પોલીસે મસાલા સહીત 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરત: ચટાકેદાર મસાલાની લિજ્જત માણતા હોય તો ચેતી જજો,  કારણ કે સુરતના ગોડાદરા વિસ્તારમાંથી  6 લાખનો ડુપ્લીકેટ મસાલો જપ્ત કરવામાં આવ્યો છે. ગોડાદરા પોલીસે મસાલા સહીત 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એક ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં  વેપારી ડુપ્લીકેટ મસાલાનો માલનો જથ્થો ટેમ્પોમાં ભરી પલાયન થઇ ગયો હતો. જેથી પાલિકાની ટીમ દ્વારા પાંડેસરા પોલીસને જાણ ક૨વામાં આવતા પોલીસે તમામ પોલીસ સ્ટેશનમાં મેસેજ પાસ કરી દીધો હતો. આ દરમિયાન ગોડાદરા વિનાયક હાઈટ્સ પાસેથી પોલીસે શંકાને આધારે ડુપ્લીકેટ એવરેસ્ટ બ્રાન્ડના મસાલાનો જથ્થો ભરેલી ગાડી સાથે વેપારીને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 6.48 લાખની કિંમતના 7 ગ્રામના પેકીંગવાળા 1.29 લાખ પાઉચ કબજે કરી કુલ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

Surat:સુરતના ગોડાદરામાંથી લાખો રુપિયાનો ડુપ્લીકેટ મસાલો ઝડપાયો

આ બનાવની વિગતો એવી છે કે ગોડાદરા પોલીસ સ્ટાફના માણસોએ ગત તા 21મીના રોજ પેટ્રોલીંગ દરમિયાન વિનાયક હાઈટ્સ પાસેથી શંકાને આધારે એવરેસ્ટ બ્રાન્ડના મીટ માસાલાનો જથ્થો ભરેલા મહિન્દ્રા કંપની બોલેરો ગાડી સાથે પવન ઉર્ફે ધીરજ પ્રકાશ કલાલ (રહે,દેવેન્દ્રનગર પાંડેસરા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે એવરેસ્ટ ફ્રુડ પ્રોડ્કટ પ્રા.લિં કંપનીના સુરતના ફિલ્ડ ઓફિસર યોગેશ ભુપેન્દ્ર ગાંધીને બોલાવી ખરાઈ કરતા માસાલાનો જથ્થો ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું હતું. 

સુરત પોલીસે ડુપ્લીકેટ એવરેસ્ટ બ્રાન્ડના મીટ મસાલાના 7 ગ્રામના પાઉચ નંગ- 1,29,600 જેની કિંમત રૂપિયા 6,48000 અને મહિન્દ્રા કંપનીનો પિક-અપ ફોર વ્હીલ બોલેરો ગાડી કબજે કરી હતી. પોલીસે કંપનીના ફિલ્ડ ઓફિસર યોગેશ ગાંધીની ફરિયાદ લઈ આરોપી પવન કલાલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે,  પવન ઉફે ધીરજનું પાંડેસરા વિસ્તારમાં મસાલાનું ગોડાઉન આવેલું છે. પાલિકાના આરોગ્ય વિભાગની ટિમ દ્વારા દરોડા પાડવામાં આવતા તે ટેમ્પોમાં ભરેલો ડુપ્લીકેટ મુદ્દામાલ લઈને પલાયન થઇ ગયો હતો. જેથી પાલિકા દ્વારા તેના ગોડાઉનમાં રહેલા મુદ્દામાલને અંદર જ રહેવા દઈ હાલમાં તાળું મારી દેવામાં આવ્યું છે. હવે વેપારી પકડાઈ જતા તેને સાથે રાખી ગોડાઉન ખોલી વધુ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget