શોધખોળ કરો

કોરોના કાળમાં ગુજરાતના આ મોટા શહેરમાં દરરોજ 240નાં મોત, બાજુનાં શહેરોમાં લઈ જવા પડે છે મૃતદેહ ? 

સુરતમાં હોસ્પિટલોની સાથે સાથે સ્મશાનમાં પણ અંતિમસંસ્કાર (last funeral) માટે લાઇન લગાી રહી છે. સ્મશાનો પણ લાશોથી ઉભરાઈ રહ્યા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓની લાશો ઉપાડવામાં બે કલાકનું વેઇન્ટિંગ છે. 

સુરતઃ ગુજરાતમાં કોરોના(Gujarat Corona)એ કાળો કેર વર્તાવ્યો છે. ગુજરાતના એક જાણીતા અખબારના અહેવાલ પ્રમાણે, કોરોના કાળમાં સુરત(Surat)માં દરરોજ 240 લોકોનો મોત થતા હોવાનો સૂર તીવ્ર બની રહ્યો છે. સુરતમાં હોસ્પિટલોની સાથે સાથે સ્મશાનમાં પણ અંતિમસંસ્કાર (last funeral) માટે લાઇન લગાી રહી છે. સ્મશાનો પણ લાશોથી ઉભરાઈ રહ્યા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓની લાશો ઉપાડવામાં બે કલાકનું વેઇન્ટિંગ છે. 

અખબારના અહેવાલમાં દાવો કરાયો છે કે, સુરત(Surat)માં દરરોજ સરેરાશ 240 લોકોના મોત થઈ રહ્યા હોવાના ચોંકાવનારા આંકડાથી ખળભળાટ મચી ગયો છે. સુરતના સ્મશાનોમાં વેઇટિંગ છે. સુરતથી લાશો અંતિમવિધિ માટે બોરડોલી લઈ જવી પડી રહી છે. શહેરના અશ્વીનકુમાર સ્મશાન (Ashwinkumar Smashan)માં સરેરાશ 112 અગ્નિસંસ્કાર થાય છે. કુરુક્ષેત્ર (Kurukshetra Smashan)માં 75 અને ઉમરા સ્મશાન (Umara Smashan)માં 53 કોવિડ અને નોન-કોવિડ મૃતકોના અંતિમ સંસ્કાર થાય છે. 

સ્મશાન ગૃહોમાં લાંબી લાઇનો લાગતાં ટોકન શરૂ કરાયા છે. પહેલા દિવસે બારડોલીમાં 6 મૃતકોની અંતિમવિધિ કરાઈ છે. ઘરે સારવાર લેનારા દર્દીઓના મૃત્યુમાં પણ વધારો થયો છે. જેમના અંતિમ સંસ્કાર કોવિડ પ્રોટોકોલ પ્રમાણે થતા નથી. 

શહેરમાં કોરોનાની વેક્સિન ખુટી પડતા તમામ વેક્સિનેશન સેન્ટર બંધ

ગુજરાતમાં ફરી એકવાર કોરોના(Gujarat Corona)એ હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં કોરોના સામે હથિયાર ગણાતી કોરોનાની વેક્સિન (Corona vaccination) ઝડપથી લોકોને આપવામાં આવી રહી છે. જોકે, ગઈ કાલે સુરત (Surat)માં કોરોનાની વેક્સિનનો જથ્થો ખૂટી પડતાં શહેરના તમામ વેક્સિનેશન સેન્ટર(Corona vaccination center) બંધ રાખવામાં આવ્યા હતા. આ અંગે લોકોને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. 

જોકે, તારીખ 8/4/21 ના રોજ તમામ સેંટર ચાલુ રહેશે. વેક્સિન નો જથ્થો ખૂટી પડતા સુરતમાં આજે વેક્સિનેશન નહીં થાય. સુરતમાં માત્ર 10 હજાર વેકસીનનો સ્ટોક ઉપલબ્ધ છે. રોજ 30 થી 35 હજાર વેક્સિનેશન કરવામાં આવે છે.

સુરતમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવતા ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરત દોડી ગયા હતા અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ કોરોનાની સ્થિતિ મુદ્દે તાગ મેળવ્યો હતો. તેમજ પત્રકાર પરીષદ યોજીને લેવાયેલા પગલા મુદ્દે જાણ કરાઈ હતી. આ સમયે રૂપાણીએ હવે આપણી પાસે વેક્સિન અને માસ્ક બે હથિયાર હોવાની વાત કરી હતી. તેમજ હવે વેક્સિનેશનમાં ઝડપ લાવવાની વાત પણ કરી હતી. અધિકારીઓ સાથેની બેઠકમાં સુરતની સમીક્ષા કર્યા પછી પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વધ્યો છે . ૪ મનપા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે. બીજા જીલ્લામાં પણ પરિસ્થિતિ બગડી રહી છે. એક વર્ષથી આપણે કોરોના સામે સંઘર્ષ કરી રહ્યા છીએ. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, હજી પણ કેસ વધશે તેવું લાગે છે. જોકે, તેમણે કહ્યું હતું કે, તેનાથી ડરવાની જરૂર નથી. સાવચેતી રાખવાની જરૂર છે. દરરોજ ૪ લાખથી વધુ લોકોનું રસી કરણ થઈ રહ્યું છે.  ૭૦ લાખને રસી આપવામાં આવી છે અને હજી રસીકરણ ઝડપી કરીશું.

તેમણે રસી બધા લગાવે તેવી લોકોને અપીલ છે. સાથે સાથે માસ્ક પણ લોકો ફરજિયાત પહેરે, જે લોકો માસ્ક સરખુ પહેરે તેવા બે ટકા લોકો જ સંક્રમિત થાય છે. માસ્ક સરખુ ન પહેરનાર વધુ સંક્રમિત થઈ રહ્યા છે. દૈનિક ૧.૨૦ લાખ લોકોનું ટેસ્ટિંગ આપણે કરી રહ્યા છીએ. ૧૦૪ની સેવા ઝડપી કરી રહ્યા છીએ . સંજીવની રથ પણ આપણે વધારી રહ્યા છીએ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget