Surat: નરાધમ પિતાએ રાત્રે દીકરીનું મોઢું દબાવી ગુજાર્યો બળાત્કાર, સવારે ફરી દીકરીને બનાવી હવસનો શિકાર, નાની દીકરીને પણ........
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી અનુસાર, માન દરવાજા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા મુસ્લિમ પુરૂષના પરિવારમાં પત્ની, 2 દીકરા અને 2 દીકરી છે.
સુરતઃ સુરતના સલાબતપુરામાં બનેલી અત્યંત આઘાતજનક ઘટનામાં સગા પિતાએ જ 14 વર્ષીય દીકરી પર 8 કલાકમાં 2 વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ નરાધમે પોતાની 13 વર્ષીય દીકરીની પણ છેડતી કરી હતી. પોલીસે છોકરીઓની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને નરાધમ પિતાની અટકાયત કરી છે.
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી અનુસાર, માન દરવાજા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા મુસ્લિમ પુરૂષના પરિવારમાં પત્ની, 2 દીકરા અને 2 દીકરી છે. આ પૈકી મોટી દીકરી 14 વર્ષની અને નાની દીકરી 13 વર્ષની છે. મોજી દીકરી ધોરણ 9માં અભ્યાસ કરે છે અને નાની દીકરી ધોરણ 8માં અભ્યાસ કરે છે.
આઠેક મહિના પહેલાં આ નરાધમે તેની બંને દીકરીઓની છેડતી કરીને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. બંનેએ માતાને ફરિયાદ કરી હતી પરંતુ માતાએ તે ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી. તેણે પતિને આવું ફરી નહીં કરવાની સલાહ આપી હતી. 2 દિવસ પહેલાં નરાધમ મોટી દીકરીને દરગાહ પર લઈ ગયો ત્યારે પણ રસ્તામાં તેની સાથે છેડતી કરી હતી.
આ હેવાને મંગળવારે રાત્રે 12થી 1 દરમિયાન મોટી દીકરીનું મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો. એ પછી તેણે સવારે 8 વાગ્યે બીજી વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત નાની દીકરીની છેડતી કરી હતી. સવારે નાની દીકરીએ મોટી બહેન ને ફરિયાદ કરતાં બપોરે બંને બહેનોએ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની અટકાયત કરી હતી.
આ ફરિયાદમાં છોકરીઓએ કહ્યું છે કે, છોકરીઓને સ્કૂલોમાં ગુડ ટચ-બેડ ટચની માહિતી અપાય છે. દિવાળી વેકેશન પહેલા શી ટીમે મોટી દીકરીની સ્કૂલમાં ગુડ ટચ-બેડ ટચ વિશે સમજાવ્યું હતું. પોલીસે કહ્યું હતું કે, કોઈ તમને બેડ ટચ કરે ત્યારે ઘરે ભલે કોઈને ન કહેતા પરંતુ પોલીસને ચોક્કસ કહેશો. મોટી દીકરીએ પિતા સામે બળાત્કાર-છેડતી બાબતે માન દરવાજા પોલીસ ચોકી પહોંચી હકીકત જણાવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આ છોકરીને પોલીસ સ્ટેશને લઈ જઈ ઇન્સ્પેક્ટર એમ.વી. કિકાણીને હકીકત જણાવાતા ગુનો નોંધાયો હતો.