શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં કોરોનાથી થયું પ્રથમ મોત, જાણો વિગત

મુંબઈથી નવસારી આવેલા 90 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવતાં તેની સારવાર ચાલી રહી હતી, જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

નવસારીઃ ગુજરાતમાં કોરોનાથી સતત મોત થઈ રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. મુંબઈથી નવસારી આવેલા 90 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવતાં તેની સારવાર ચાલી રહી હતી, જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. નવસારીના સ્ટેશન વિસ્તારમાં રહેતા વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત થયું છે. શહેરમાં મોત ને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ગઈ કાલ સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 1092 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 888 લોકોના મોત થયા છે. ગઈ કાલે ગુજરાતમાં 415 કેસ નોંધાયા હતા. જેમાંથી અમદાવાદમાં 279, સુરતમાં 58, વડોદરામાં 32, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 5, ભાવનગરમાં 4, ભરુચમાં 4, દાહોદમાં 4, ખેડામાં 3, પંચમહાલ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2-2, જ્યારે બનાસકાંઠા, પાટણ, નર્મદા, વલસાડ અને નવસારીમાં એક-એક કેસ નોંધાયા છે. ગુજરાતમાં ગઈ કાલે 29 લોકોના કોરોનાને કારણે દુઃખદ નિધન થયાં છે, જેમાં અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2 અને સુરત, મહેસાણા અને જૂનાગઢમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ અને ગુજરાત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, રાજ્યમાં એક્ટીવ દર્દીઓના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 15 દિવસ પહેલા 53.19 ટકાની સામે હવે એક્ટિવ દર્દીઓ ઘટીને 26.35 ટકા થયા છે. ગુજરાતમાં હાલ, 4631 એક્ટિવ કેસ છે. જ્યારે અમદાવાદમાં 3158 એક્ટિવ કેસ છે. ગુજરાત માટે મોટી રાહતના સમાચાર એ પણ છે કે, અત્યાર સુધીમાં ગઈ કાલે સૌથી વધારે 1114 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એવી જ રીતે અમદાવાદમાં પણ સૌથી વધુ 1019 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ ગઈ કાલે અમદાવાદ પછી સુરતમાં 32, સાબરકાંઠામાં 20, વડોદરામાં 9, કચ્છમાં 7, દાહોદમાં 4, ખેડામાં 4, આણંદમાં 3, અરવલ્લીમાં 3, મહેસાણામાં 3, ગાંધીનગરમાં 2, ગીરસોમનાથમાં 2, રાજકોટમાં 2, તાપીમાં 2, જૂનાગઢમાં 1 અને પાટણમાં એક દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget