શોધખોળ કરો

સુરતમાં કોર્પોરેશનના કયા આદેશના પગલે હીરા ઉદ્યોગની હાલત ખરાબ? લાખો રત્ન કલાકારો બેકાર, કામનાં પણ ફાંફાં

સુરતમાં હીરો ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોની હાલત ખરાબ થઈ ગઈ છે. હીરા ઓફિસો અને કારખાનાં માત્ર 4 કલાક માટે ચાલુ રાખવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશથી રત્નકલાકારોને કામ મેળવવાનાં પણ ફાંફાં થઈ ગયાં

સુરતઃ સુરતમાં હીરો ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોની હાલત ખરાબ થઈ ગઈ છે. હીરા ઓફિસો અને કારખાનાં માત્ર 4 કલાક માટે ચાલુ રાખવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશથી રત્નકલાકારોને કામ મેળવવાનાં પણ ફાંફાં થઈ ગયાં છે. આ કારણે હીરોની ઓફિસો તથા કારખાનાંનો સમય સમય સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધીનો કરવાની માંગ ઉઠી છે. સુરત ઉપરાંત અમદાવાદ, અમરેલી, ગારિયાધાર વિસ્તારના રત્નકલાકારો પણ બેકાર થયા છે તેથી સમગ્ર ગુજરાતમાં હીરો ઉદ્યોગમાં હાલત ખરાબ છે. રત્નકલાકાર અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધતાં હાલમાં બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કારખાનાં અને બજારો ચાલુ રાખવાની પરવાનગીને પગલે હીરા પ્રોસેસિંગની કામગીરી ટલ્લે ચઢી છે. પરિણામે અમદાવાદ, અમરેલી અને ગારિયાધાર સહિતના વિસ્તારના રત્ન લાકારોને કામ મેળવવાનાં ફાંફાં પડી રહ્યાં હોવાથી સમયમાં ફેરફાર કરવામાં આવે એવી માગ ઉઠી છે. હીરા ઉદ્યોગનાં સૂત્રોનું કહેવું છે કે. વાયરસના સંક્રમણને અટકાવવા માર્ચ માસમાં અમલમાં મૂકાયેલા લોક્ડાઉન બાદ આજ દિન સુધી હીરા ઉદ્યોગને પૂરતો વેપાર મળી શકયો નથી. અનલોક સાથે કારખાનાં અને બજાર શરૂ તો કરવામાં આવ્યા પરંતુ રત્નકલાકારો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય લોકો વાયરસથી સંક્રમિત થતાં 31 જુલાઈ સુધી વરાછાનું ચોક્સી અને મીની બજાર બંધ કરવામાં આવ્યું છે. મનપાના આદેશ મુજબ હાલમાં હીરા બજાર અને કારખાનાઓ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા એમ માત્ર 4 કલાક જ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. પરિણામે સુરત જ નહીં પરંતુ અમદાવાદ, અમરેલી, ગારિયાધાર સહિતના વિસ્તારના રત્નકલાકારોને કામ મેળવવા ફાંફા પડી રહ્યા છે. મનપાની પોલીસીમાં ફેરફાર કરી હીરા બજાર અને કારખાનાઓ શરૂ કરવા માટેના સમયમાં વધારો કરવા ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત ડાયમંડ એસોસિએશને મનપા કમિશનરને રજુઆત કરી છે. આ અંગે ડાયમંડ એસોસિએશનના મહામંત્રી બાબુ વીડિઆએ જણાવ્યું હતું કે સુરતમાં ઘણા હીરા ઉદ્યોગકારો એવા છે કે જે રફ હીરાનું એસોર્ટિંગ કરી, લેસર કટિંગ કરી ફોર પીની પ્રક્રિયા માટે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં મોકલે છે. સુરતમાં માત્ર 4 કલાક બજાર અને કારખાનાઓ ખોલવાની મંજૂરીના કારણે સુરત સહિત રાજ્યના અન્ય શહેરોના લોકોને પણ કામ મળી શકતું નથી. જેથી સવારે 10થી સાંજે 6 વાગ્યાનો સમય કરવામાં આવે તો અટવાયેલા કામો પાર પડી શકે એમ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
Embed widget