શોધખોળ કરો
Advertisement
સુરત: મા વગરની સગીરા પર ચાર યુવકો ગુજાર્યો ગેંગરેપ, બની ગર્ભવતી
નરાધમોએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી. સગીરા બળાત્કારને કારણે ચાર મહિના ગર્ભવતી થતાં ભારે ડરી ગઈ હતી.
સુરત: શહેરના સચિન વિસ્તારમાં સગીરા પર ચાર નરાધમોએ ગેંગરેપ કરીને ગર્ભવતી બનાવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે 16 વર્ષીય સગીરાએ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે બળાત્કાર, પોક્સો અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મા વગરની આ સગીરા પર સદ્દામ, પન્ટા, બાબુ અને છોટુ નામના શખ્સોએ ઝાડીમાં લઈ જઈ રેપ કર્યો હતો. આ સાથે કોઈને કહેશે તો મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, 16 વર્ષીય સગીરા તેના માતા-પિતા સાથે સચિન-ઉન રોડ પર આવેલી ફૂટપાથ પર રહેલી હતી. થોડા સમય પહેલા બીમારીમાં તેની માતાનું નિધન થયું હતું. અગાઉ તેઓ ઝૂપડામાં રહેતા હતા, પરંતુ તે તોડી પડાતા ફૂટપાથ પર રહેતા હતા. માતાનું નિધન થતાં તે પિતા સાથે ફૂટપાથ પર જ રહેતી હતી.
સગીરાનો પિતા દારૂનો નશો કરતો હતો અને દીકરીનું કોઈ ધ્યાન રાખતો નહોતો. દરમિયાન આનો લાભ લઈને નરાધમોએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી. સગીરા બળાત્કારને કારણે ચાર મહિના ગર્ભવતી થતાં ભારે ડરી ગઈ હતી. આ અંગે સગીરાએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા સગીરાનું કાઉન્સેલિંગ કરાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement