શોધખોળ કરો
સુરતઃ શેરડીના ખેતરમાંથી યુવતીની રહસ્યમય હાલતમાં લાશ મળતા ચકચાર, શરીર પર શું મળી આવ્યા નિશાન?
કાટી ફળિયા કરચકા માર્ગ પર શેરડીના ખેતરમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીને મોઢાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. બારડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતિકાત્મક તસવીર.
સુરતઃ બારડોલી તાલુકાના કાટી ફળિયામાંથી યુવતીની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કાટી ફળિયા કરચકા માર્ગ પર શેરડીના ખેતરમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીને મોઢાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. બારડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ યુવતી કોણ છે અને અહીં તેની લાશ કેવી રીતે પહોંચી તે પોલીસ તપાસ પછી સામે આવશે. યુવતીએ લાલ કલરનો ડ્રેસ પહેરેલો છે. તેમજ ઘટનાસ્થળ પાસે એક પથ્થર પર લોહી પડેલું છે.
વધુ વાંચો





















