શોધખોળ કરો
Advertisement
સુરતઃ ફોન ખરીદવા ગયેલી યુવતીને સેલ્સમેન સાથે બંધાયા શારીરિક સંબંધ, પતિની ગેરહાજરીમાં યુવતી પ્રેમી સાથે ઘરે મનાવતી રંગરેલિયાં ને.............
ગૌરવે તેના મિત્ર દ્વારા યુવતીને મેસેજ મોકલ્યો હતો કે તે નહીં મળે તો પોતે મરી જશે. યુવતી ફરી ગૌરવને મળવા ગઇ હતી અને ત્યાર બાદ તેઓ નિયમીત પણે મળતા હતા.
સુરતઃ સુરતમાં એક સેલ્સમેને પોતાને ત્યાં મોબાઈલ ખરીદવા આવેલી પરીણિત યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવકે યુવતીને તેના પતિથી છૂટાછેડા લેવડાવીને વારંવાર શારિરીક સંબંધ બાંધ્યા બાદ તરછોડી દીધી હતી. યુવતીએ તેને મળવાનો પ્રયત્ન કરતાં યુવકે યુવતી અને તેનાં બે સંતાનને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં યુવાન વિરૂધ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
જહાંગીરપુરા-દાંડી રોડ વિસ્તારમાં રહેતી બે સંતાનની માતા યુવતી (ઉ.વ. 33) 2017માં મોબાઇલ ખરીદવા વેડ રોડ પર ગઇ હતી. તેનો પરિચય દુકાનના સેલ્સમેન ગૌરવ પ્રેમજી વાઢેલ (રહે. 95, કુબેર પાર્ક સોસાયટી, વેડ રોડ અને મૂળ તણસાતા, તા. તળાજા, જિ. ભાવનગર) સાથે થયો હતો. મોબાઇલ પર વાતચીત ગાઢ પરિચયમાં પરિણમ્યો હતો અને બંને વચ્ચે શારીરિક સંબધો બંધાયા હતા.
યુવતીના પતિની ગેરહાજરીમાં ગૌરવ યુવતીને મળવા ઘરે જતો હતો અને બંને રંગરેલિયાં મનાવતાં હતાં. બંને બહાર ફરવા પણ જતા હતા. યુવતીના પરપુરૂષ સાથેના શારીરિક સંબંધની જાણ પતિને થઈ જતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. સમાજના વડીલોની હાજરીમાં સમાધાન થતાં પતિ-પત્ની સાથે રહેતા હતા અને યુવતીએ ગૌરવને મળવાનું બંધ કરી દીધું હતું.
ગૌરવે તેના મિત્ર દ્વારા યુવતીને મેસેજ મોકલ્યો હતો કે તે નહીં મળે તો પોતે મરી જશે. યુવતી ફરી ગૌરવને મળવા ગઇ હતી અને ત્યાર બાદ તેઓ નિયમીત પણે મળતા હતા. ઉભરાટ ખાતે હોટલ અને મિત્રના ઘરે મળી એકાંત માણતા હતા. દરમિયાનમાં પુત્રના બર્થ ડેના દિવસે યુવતીએ પ્રેમી ગૌરવને કેક મોકલાવતા પતિને જાણ થઇ ગઇ હતી અને પતિ અંકિતાને છોડીને ચાલ્યો ગયો હતો.
ગૌરવે બે સંતાન સાથે યુવતીને અપનાવવાની વાત કહી પતિ પાસેથી અંકિતાને છુટાછેડા લેવડાવ્યા હતા. યુવતી વેડ રોડ કુબેરનગર ખાતે માતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી. માતાની ગેરહાજરીમાં ગૌરવ યુવતીને મળવા આવતો હતો અને તેઓ એકાંત માણતા હતા. યુવતીએ લગ્ન માટે દબાણ કરતા ગૌરવે બંન્ને સંતાન સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોતાના ફોટો ગૌરવ પાસે હોવાથી બદનામ કરે તેવા ડરથી છેવટે રાંદેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement