શોધખોળ કરો

Gujarat election 2022: જાણો ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગે ગોપાલ ઈટાલીયાએ શું આપી પ્રતિક્રિયા

Gujarat assembly election 2022: સુરત હીરા બજારમાં આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની,આપ નેતા અલ્પેશ કથીરીયાએ ચૂંટણી સભા યોજી હતી ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા વિશે ઇટાલિયાએ પ્રહાર કર્યા છે

Gujarat assembly election 2022: સુરત મહિધરપુરા હીરા બજારમાં આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની,આપ નેતા અલ્પેશ કથીરીયાએ ચૂંટણી સભા યોજી હતી ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા વિશે ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા છે ચૂંટણી ઢંઢેરો નથી પણ આ કોપી પેસ્ટ છે. 

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે જ્યારે સુરત મહીધરપુરા હીરા બજારમાં કતારગામ, કરંજ, વરાછા, સુરત ઉત્તર વિધાનસભા બેઠકના ચારે ઉમરેદારોએ સભા યોજી હતી. સભાને સાંભળવા મોટી સંખ્યામાં લોકોની લીડ ઉમડી હતી. સભાને સંબોધતા ગોપાલ ઇટાલીયાએ ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી ઢંઢેરો નથી પણ આ કોપી પેસ્ટ છે. આ લોકોએ ઢંઢેરામાં કહ્યું કે, મહિલાઓ અને બાળકોને બસમાં મુસાફરી ફ્રી. કેજરીવાલ સાત વર્ષથી દિલ્હીમાં આ સુવિધા આપે છે. હાલ જાહેર કર્યું કે, 7 મેડિકલ કોલેજ બનાવશે. 27 વર્ષ દરમ્યાન કેમ યાદ ન આવ્યું. અમે આપેલા વચનોને આ લોકોએ જાહેર કર્યા છે, Eને ચૂંટણી ઢંઢેરો ના કહેવાય.

સાવરકુંડલામાં ભાજપને મોટો ફટકો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન સાવરકુંડલામાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. સાવરકુંડલાના પૂર્વ કોર્પોરેટર સોનલબેન આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેઓ આપના વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયાની હાજરીમાં આપમાં સામેલ થયા હતા. અલ્પેશ કથીરિયાએ ખેસ અને ટોપી પહેરાવી તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા.

ભાજપના નેતાએ કહ્યું, હું ક્યારેય કાંઈ બોલતો નથી જે કરવાનું હોય છે એ કરી ને બતાવું છું  

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન ભાવનગર ખાતે જીતુ વાઘાણીના સમર્થનમાં યોજાયેલી સભામાં પરસોત્તમ સોલંકીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, હું ક્યારેય કાંઈ બોલતો નથી, જે કરવાનું હોય છે એ કરીને બતાવું છું. પરસોત્તમ સોલંકીએ ભૂતકાળમાં તેમની સામે હારેલા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનું નામ લઈને કહ્યું કે તમારે કચ્છ જતું રહેવું પડ્યું હતું. ભૂતકાળમાં તમે લોકોએ અમને ખૂબ પરેશાન કર્યા છે એ તમામ જાણે છે. પરસોત્તમ સોલંકી મુંબઈથી ભાવનગર આવ્યો એટલે તમારે લોકોને ભાગી જવું પડ્યું. 27 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત શક્તિસિંહનું નામ મેં જાહેરમાં લીધું છે, મારે જે કરવું હતું એ કરીને મેં બતાવી દીધું છે.

અરવિંદ કેજરીવાલે ગુજરાતના સરકારી કર્મચારીઓને શું આપ્યો સંદેશ ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના સરકારી કર્મચારીઓને સંદેશ આપ્યો. તેમણે કહ્યું, થોડા સમય પહેલા ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓએ જોરદાર આંદોલન કર્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં સરકારી કર્મચારીઓનું આવું આંદોલન ક્યારેય બન્યું નથી કે સરકારી કર્મચારીઓને આ રીતે રસ્તા પર આવવાની ફરજ પડી હોય. સરકારી કર્મચારીઓની એક જ માંગ હતી કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શનRajkot Farmer | ધોરાજીમાં ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાથરા ફેરવવા મજૂર ન મળતા હાલાકીSurendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ
'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
Weather Alert: દેશના આ રાજ્યોમાં  15  નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી,   IMDએ જાહેર કર્યું એલર્ટ
Weather Alert: દેશના આ રાજ્યોમાં 15 નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી, IMDએ જાહેર કર્યું એલર્ટ
Citadel Honey Bunny Screening: સિલ્વર ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અંદાજ, ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા વરુણ ધવન
Citadel Honey Bunny Screening: સિલ્વર ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અંદાજ, ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા વરુણ ધવન
Embed widget