શોધખોળ કરો

Gujarat Election : BTP છોડી આપમાં જોડાયેલા કયા નેતાને AAPએ આપી બેઠક? જાણો સંપૂર્ણ વિગત

ગણદેવી વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પંકજ એલ. પટેલનું નામ જાહેર થયું છે. ગણદેવી આદિવાસી સમાજના આગેવાન તરીકે બીટીપીના પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે, જેઓ હાલમાં આપમાં જોડાયા હતા.

Gujarat Election : નવસારીની ગણદેવી વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પંકજ એલ. પટેલનું નામ જાહેર થયું છે. ગણદેવી આદિવાસી સમાજના આગેવાન તરીકે બીટીપીના પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે, જેઓ હાલમાં આમ આદમી પાર્ટી જોડાયાં હતાં. બીટીપી છોડીને આવેલા પંકજ પટેલને આપે ટિકિટ આપી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા આજે વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આ યાદી જાહેર કરી હતી. આજે વધુ 12 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. આ સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 41 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. 

Gujarat Election : BTP છોડી આપમાં જોડાયેલા કયા નેતાને AAPએ આપી બેઠક? જાણો સંપૂર્ણ વિગત

'કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, બચેલા લોકો ભાજપમાં જવા લાગ્યા છે; રોજ ઊઠીને કેજરીવાલને ભાજપવાળા ગાળો બોલે છે'

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આપ ગુજરાતમાં મજબૂત વિકલ્પ બની રહી છે. વધતો ભરોસો જોઈને ભાજપના લોકો ગભરાઈ ગયા છે. રોજ ઊઠીને કેજરીવાલને ભાજપવાળા ગાળો બોલે છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, બચેલા લોકો ભાજપમાં જવા લાગ્યા છે. આગામી ચૂંટણી ઈમાનદાર આપ અને મહાભ્રષ્ટ ભાજપ પક્ષ વચ્ચે છે. આમ આદમી પાર્ટીએ ભૂતકાળમાં 29 ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે અમે વધુ 12 ઉમેદવારો જાહેર કર્યા છે. ભ્રષ્ટ ભાજપ અને પતન થઈ ગયેલી કોંગ્રેસ કરતા અમે વહેલા ઉમેદવારો જાહેર કર્યા છે.

કોને કોને મળી ટિકિટ?

હિંમતનગરથી નિર્મલસિંહ પરમાર
ગાંધીનગર સાઉથ- દોલત પટેલ
સાણંદ- કુલદીપ વાઘેલા
વટવા- બિપીન પટેલ
અમરાઈવાડી- ભરતભાઈ પટેલ
કેશોદ- રામજીભાઈ ચુડાસમા
ઠાસરા- નટવરસિંહ રાઠોડ
શેહરા- તખ્તસિંગ સોલંકી
કાલોલ (પંચમહાલ) દિનેશ બારીયા
ગરબાડા - શૈલેશ કનુભાઈ ભાભોર
લીબાયત- પંકજ તાયડે
ગણદેવી- પંકજ પટેલ

Gujarat Election : કોંગ્રેસની પહેલી યાદીમાં હશે 50થી વધુ ઉમેદવારો, જાણો સંપૂર્ણ વિગત

Guajrat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ઉમેદવારોની જાહેરાતને પગલે સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં ત્રણથી ચાર તબક્કામાં ઉમેદવાર જાહેર કરશે. દિવાળી પહેલા કોંગ્રેસ એક યાદી જાહેર કરશે. 

પહેલી યાદીમાં 50થી વધુ બેઠકના ઉમેદવારોના નામ જાહેર થશે. બીજી યાદી દિવાળી બાદ , અને ત્રીજી અને ચોથી યાદી ચૂંટણી જાહેરાત બાદ જાહેર થશે. ઉમેદવાર પસંદગીમાં ચાર કેટેગરી નક્કી કરાઇ . વર્તમાન ધારાસભ્ય મોટા ભાગના રિપીટ કરાશે. બેથી ચાર સિટીંગ ધારાસભ્ય બેઠક બદલે તેવી શક્યતા છે. 

મિશન 2022 માટે કોંગ્રેસની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ થઈ છે. આજે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળી હતી. સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બે દિવસમાં કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદીને આપશે આખરી ઓપ અપાશે. 15 ઓક્ટોબર આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે. 

કોંગ્રેસની પ્રથમ યાદીમાં 50 જેટલા ઉમેદવારો જાહેર થઈ શકે છે. સિંગલ નામો અને બે દાવેદારોવાળી બેઠક ઉપર મંથન થયું છે. બે દિવસના અંતે ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget