શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Bharuch : ભાજપના નેતાના પ્રચારમાં આવેલી આ એક્ટ્રેસે મંચ પર લગાવ્યા ઠુમકા, કોણ છે આ એક્ટ્રેસ?
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી કમ ગાયક મમતા ચૌધરીની ઉપસ્થિતિમાં શક્તિ પ્રદર્શન કમ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નીતિનભાઈ પટેલના ટેકેદારો સમર્થકો સ્વયંભૂ ઉમટી પડયાં હતાં.
ભરુચઃ જંબુસર તાલુકાના તાલુકા ગજેરા પંચાયત સીટ પરના ભાજપના ઉમેદવારોનો બે દિવસ પહેલા ભવ્ય રોડ શો યોજાયો હતો. ઉમેદવાર નીતીનભાઇ પટેલ ઉર્ફે ભુરાભાઈના મોટી સંખ્યામાં સમર્થક જોડાયા હતા. પ્રચારમાં ગુજરાતી એક્ટ્રેસનો રોડ શો યોજાયો હતો. અહીં એક્ટ્રેસનો ડાન્સ કરતા વિડિયો વાયરલ થયો છે.
ઉચ્છદ તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ ના મોટી સંખ્યામાં ટેકેદારો સમર્થકો સાથે શક્તિપ્રદર્શન સમો રોડ શો ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ કમ સિંગર મમતા ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે.
જંબુસર તાલુકા જિલ્લા પંચાયતની ૪ બેઠક તથા તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે આવનાર ૨૮ મી તારીખે ચૂંટણી યોજાનાર છે. જેને લઈ દરેક ઉમેદવાર જીત માટે તનતોડ મહેનત કરી મતદારોને રિઝવવા પ્રયાસો કરી રહ્યાં છે.
કાહનવા જીલ્લા પંચાયતના ભાજપા ઉમેદવાર અલ્પાબેન પટેલ તાલુકા પંચાયત ઉચ્છદ બેઠકના ભાજપાઉમેદવાર નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ ના પ્રચાર અર્થે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી કમ ગાયક મમતા ચૌધરીની ઉપસ્થિતિમાં શક્તિ પ્રદર્શન કમ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નીતિનભાઈ પટેલના ટેકેદારો સમર્થકો સ્વયંભૂ ઉમટી પડયાં હતાં.
અણખી ગામેથી શરૂ થયેલ રોડ શો ઉચ્છદ તાલુકા પંચાયત મતવિસ્તારના ઉચ્છદ વહેલમ જાફરપુરા ફર્યા હતા ત્યાંથી વાવલી મગણાદ સહિતના ગામોમાં ભવ્ય રોડ શો યોજાયો હતો.
જ્યાં રોડ શોનું આકર્ષણ બનેલ મમતા ચૌધરીએ ગ્રામજનોને ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવાર અલ્પાબેન પટેલ તથા ઉચ્છદ તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર નીતિનભાઈ પટેલ તથા ગજેરા બેઠકના સંજયભાઈ ઠાકોર મગણાદ બેઠકના મીનાબેન પરમાર નહીં જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી.
જિલ્લા પંચાયત બેઠક અને તાલુકા પંચાયતની બેઠકોમાં આ ઉમેદવારોને જીત અપાવવા જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion