શોધખોળ કરો

રૂપાણી સરકારના મંત્રીએ વ્યક્ત કરી વ્યથાઃ 'આપ અને વિરોધીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે', કોની માંગી માફી?

આ સમય રાજનીતિ કરવાનો નથી, લોકોની સેવા કરવાનો છે. વૈશ્વિક સ્તરે કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે વિરોધપક્ષ - વિરોધીઓ દ્વારા કેટલાક બદનામ કરવાનાં પ્રયાસ થય રહ્યાં હોય, રોજે ફોન કરીને ગેરવર્તણૂક કરતાં હોય ત્યારે કોઈ પરિવારના યોગ્ય ઈમરજન્સી ફોન ના પણ ઉપાડી શકાયા હોય તો તેમની આરોગ્ય મંત્રીએ માફી માંગી છે. 

સુરતઃ રૂપાણી સરકારના રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી (Kumar Kanani) ની વ્યથાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, આપ (AAP) અને વિરોધીઓ મને માનસિક ત્રાસ આપી રહ્યા છે. કોરોનાકાળમાં લોકોના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરું છું પરંતુ વિરોધીઓ પરેશાન કરે છે.

હું સતત ફોન પર લોકોની સમસ્યાને ઉકેલું છું, પરંતુ વિરોધીઓ ફોનમાં વ્યસ્ત રાખી હેરાન કરી રહ્યા છે. ફોન પર એલફેલ વાતો કરી ગાળાગાળી કરે છે. આ સમય રાજનીતિ કરવાનો નથી, લોકોની સેવા કરવાનો છે. વૈશ્વિક સ્તરે કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે વિરોધપક્ષ - વિરોધીઓ દ્વારા કેટલાક બદનામ કરવાનાં પ્રયાસ થય રહ્યાં હોય, રોજે ફોન કરીને ગેરવર્તણૂક કરતાં હોય ત્યારે કોઈ પરિવારના યોગ્ય ઈમરજન્સી ફોન ના પણ ઉપાડી શકાયા હોય તો તેમની આરોગ્ય મંત્રીએ માફી માંગી છે. 

ગુજરાત ભાજપના ક્યા નેતાએ કહ્યું, ગુજરાતને મહારાષ્ટ્ર બનતું અટકાવવા 14 દિવસનું લોકડાઉન જરૂરી, શું આપ્યાં કારણો ?

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે ચારે બાજુ હવે રાજ્યમાં લોકડાઉન લગાવવાની માગ ઉઠી છે. વિપક્ષ તો ઠીક પણ હવે તો ભાજપના પક્ષમાંથી જ લોકડાઉન કરવાની માગ ઉઠી છે. અમરેલી ભાજપના આગેવાન અને ડોક્ટર કાનાબારે કોરોનાના વાયરસને લઈને ટ્વીટ કર્યું છે.

તેમણે ટ્વીટમાં કહ્યું કે, ગુજરાતને મહારાષ્ટ્ર બનતું અટકાવવા માટે 14 દિવસનું લોકડાઉન કરવામાં આવે. આર્થિક વિટમ્બણાઓનું જોખમ વ્હોરીને પણ રાજ્યમાં લોકડાઉન કરવું જોઈએ. શ્વાસની અવર-જવર ચાલુ રાખવી હશે તો માણસોની અવરજવર બંધ કરવી પડશે. તેમણે લોકડાઉન શા માટે જરૂરી છે તેને લઈને કારણો વીડિયોમાં રજૂ કર્યા છે.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે (High Court) સુઓ મોટો કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે તેને જોતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં આવી શકે તેવી અટકળો પણ થઈ છે.  દરમિયાન રૂપાણી સરકારે (Rupani Government) આજે હાઈકોર્ટમાં કહ્યું  લોકડાઉનનો વિચાર નથી.લોકડાઉન (Lockdown) વિકલ્પ નથી. ગરીબ માણસોને ઘણી તકલીફો પડશે. સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી રહ્યા છીએ. ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે, પણ બાકી રાજ્યો કરતા સારું કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. કોર્ટે રાજ્યમાં થઈ રહેલા કોરોના કેસને લઈ સરકારનો ઉધડો લીધો હતો.

ચીફ જસ્ટિસે કહ્યું, રાજ્ય સરકારની અમુક નીતિઓથી અમે ખુશ નથી. આ નીતિઓ સુધારવાની જરૂર છે...આ વાતની આપને ખબર છે અને આ પહેલા પણ અમે એ બાબતે આ સંકેત આપી ચૂક્યા છીએ. ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકારના વકીલને ટકોર કરતાં કહ્યું જ્યારે કોઈ રાજ્ય યોગ્ય રીત ના નિર્ણયને લઈ શકતું હોય તો મહામારી ના સમયમાં કેન્દ્ર સરકાર રાજ્યને યોગ્ય માર્ગદર્શન કેમ ન આપી શકે?

કોર્ટે એમ પણ કહ્યું, 14 એપ્રિલ સુધીમાં જે પણ પગલાં લેવાના હોય એ લઈને એફિડેવિટ પર જણાવો. પ્રસાર માધ્યમોમાં આવતા અહેવાલોમાં તથ્ય નથી એવું કહી શકાય નહીં. પ્રસાર માધ્યમો જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ કરે છે. આ અંગે વધુ સુનાવણી 15 એપ્રિલના રોજ કરવામાં આવશે.

કોર્ટે કહ્યું અત્યારે સામાન્ય માણસને ટેસ્ટ (Corona Test)  કરાવવાનો થાય તો ત્રણ દિવસે ટેસ્ટ થાય છે અને પાંચ દિવસ રિપોર્ટ આવે છે,આવી સ્થિતિ શા માટે. તમારે મારે કે સરકારી વકીલને ટેસ્ટ કરાવવા હોય તો કદાચ એક દિવસમાં કરી આપતા હશે પણ સામાન્ય માણસને આજે પણ ત્રણ ત્રણ દિવસ રાહ જોવી પડે છે. શું આપને આ ખબર છે?

ગુજરાતમાં હજુ પણ એવા તાલુકાઓ અને જગ્યાઓ છે જ્યાં ટેસ્ટ નથી થતા. દરેક મહામારી ઓછામાં ઓછી ત્રણ વર્ષ ચાલી હોય આવો ઇતિહાસ છે એટલે કોરોના મહામારી ક્યારે જશે એ હાલ કહી શકાય નહીં. રસીના બે ડોઝ લીધા પછી પણ મૃત્યુ થયું હોય તેવા કિસ્સાઓ છે. રસી મદદ ચોક્કસ કરે છે પણ તકેદારી રાખવી જરૂરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget